બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / People celebrated Khasada Holi in Visanagar
Last Updated: 11:25 AM, 25 March 2024
મહેસાણાના વિસનગરમાં ખાસડા યુદ્ધ રમી ધુળેટીની અનોખી ઉજવણી કરવાની પરંપરા 150 વર્ષથી ચાલી રહી છે. વિસનગરના મંડી બજારમાં એક બીજાને ખાસડા મારીને ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. જો કે સમય જતા હવે ખાસડાની જગ્યા શાકભાજીએ લીધી છે.
ADVERTISEMENT
આસુરી શક્તિ ઉપર વિજયની ખુશાલીરૂપે હોળી ધુળેટી પર્વ રંગોથી મનાવાય છે. પરંતુ વિસનગરમાં આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. તામ્રનગરી વિસનગરમાં ધુળેટીનું પર્વ રંગોને બદલે એકબીજા તરફ જુતા ચંપલ ફેંકી ખાસડા યુધ્ધ કરી મનાવાય છે. વિસનગરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ પરંપરાગત ખાસડા યુધ્ધની ઉજવણી ભારે હર્ષ ભેર કરવામાં આવી હતી. વહેલી સવારથી જ આ યુધ્ધમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઇ સામ સામે ખાસડા તેમજ શાકભાજી ફેંકી ઉજવણી કરી હતી. વિસનગરના મંડી બજારમાં ખાસડા ધૂળેટી પ્રખ્યાત છે. જેમાં એક બીજાને ખાસડા મારીને ધુળેટીના તહેવારને ઉજવવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિસનગર શહેરના હાર્દસમા મંડીબજાર વિસ્તારમાં છેલ્લા ૧પ૦થી પણ વધુ વર્ષોથી ચાલતા પરંપરાગત ખાસડા યુધ્ધની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ધુળેટીની વહેલી સવારે શહેરના ઉત્તર વિભાગમાં વસતા વિવિધ સમાજના લોકોનુ તેમજ દક્ષિણ વિભાગમાંથી વસતા વિવિધ સમાજના લોકો ના બે જુથ એકઠું થાય છે અને સામ સામે જૂતા અને શાકભાજી મારીને આ યુધ્ધ સારું કરવામાં આવે છે. જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જતુ હોવાની માન્યતા પ્રવર્તતી હોય છે. આ યુદ્ધમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા છે. જયારે આ યુદ્ધમાં પહેલા ખાસડું એટલે કે જૂતા તેલમાં ડુબાડીને એકબીજા પર ફેકવામાં આવતા હતા પરંતુ સમય જેમ બદલાયો છે તેમ અત્યારે તેની જગ્યા પર શાકભાજી આવી ગઈ છે.
ADVERTISEMENT
આ ખાસડા યુદ્ધની એવી માન્યતા પ્રવર્તે છે કે હોળીનો આ તહેવાર હોલીકા અગ્નીમાં બળીને ભસ્મ થઇ ગઇ હતી અને ભક્ત પ્રહલાદ અગ્નીથી બચી ગયો હતો. જેથી તે સમયે અસુરોનો નાશ થવાની ખુશીમાં ગુલાલ અને સામસામેથી ખાસડાં ફેંકાયાં હતા. વર્ષો પૂર્વે આ ખાસડા યુધ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમયે ગુજરાત મુંબઇ રાજ્યમાં હતું ત્યારથી આ અનોખા યુધ્ધની શરૂઆત વિસનગર શહેરમાં થઇ છે. જે પેઢી પારંપરિક રીતે ચાલતી આવે છે. જો કે હાલ આ પર્વમાં ખાસડાઓનુ પ્રમાણ ઓછુ હોય છે તેનું સ્થાન વિવિધ બટાકા, ડુંગળી, ટામેટા તેમજ રીંગળ જેવા શાકભાજીએ લઇ લીધું છે. જયારે આ બંન્ને જુથો સાંજે શહેરના ઐતિહાસિક દેળિયા તળાવામાં સ્નાંન કરવા જાય છે.અને આ યુદ્ધ માં બાદ માટલી પણ ફોડવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં લોકો આવે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
એક બાજુ જુતું ખાવું એ ખુબ શરમજનક વાત છે પરંતુ ધુળેટીના દિવસે વિસનગર શહેરમાં આ ખાસડા હોળીને જોવા અને અહી ખાસડું ખાઈને વર્ષ સારું જશે તેમ માન્યતા સાથે અહી અનેક લોકો આવે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.