બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Panic after body of girl was found in PDPU hostel in Gandhinagar

તપાસ / ગાંધીનગરની PDPU હોસ્ટેલમાંથી છોકરીની લાશ મળતાં હડકંપ, હત્યા કે આત્મહત્યા? ઘેરાયું રહસ્ય

Ajit Jadeja

Last Updated: 11:40 AM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા યુવતીની હત્યા કરાઇ કે તેણે આત્મહત્યા કરી તે તપાસનો વિષય

ગાંધીનગરની PDPU હોસ્ટેલમાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. શંકાસ્પદ હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા યુવતીનું મોત હત્યા કે આત્મહત્યા તે તપાસનો વિષય બન્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરમાં પીડીપીયુ કેમ્પસમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ડીપીયુની હોસ્ટેલ ખાતે યુવતિનો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે યુવતું મોત કેવી રીતે થયું છે તે ચર્ચાનો વિષય બન્યો છે. યુવતીએ આત્મહત્યા કરી કે હત્યા તે તપાસનો વિષય બન્યો છે. હાલ યુવતીના મૃતદેહને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

યુવતિની હત્યા કે આત્મહત્યા

ગાંધીનગરમાં રાયસણમાં પીડીપીયુની હોસ્ટેલ આવેલી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ અહી રહેતા હોય છે. ત્યારે આ જે PDPU હોસ્ટેલમાંથી એક યુવતિની લાશ મળી આવી છે. આ લાશ શંકાસ્પદ હાલતમાં મળી છે. યુવતિનું શરીર ભારે છે જ્યારે તેણે કાળા કલરના કપડા પહેરેલા છે તે કેમ્પસમાં ઉધા માથે પડેલી જોવા મળી હતી. આ યુવતિનું કયા સંજોગોમાં મોત નીપજ્યુ છે તેને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતિએ ાત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી તે દિશામાં તપાસ કરવી જરૂરી બની છે.

આ પણ વાંચોઃ સુરતમાં પીધેલા નબીરાએ 4 લોકો પર ચઢાવી દીધી કાર, લોકોએ મેથીપાક ચખાડ્યો
 

અગાઉ પણ બની હતી ચોરીની ઘટના

ગાંધીનગરનાં રાયસણ પીડીપીયુ કોલેજની હોસ્ટેલમાં અગાઉ પણ ચોરીની ઘટના બની હતી. એક વિદ્યાર્થીના પર્સમાંથી 11 હજાર રોકડા ચોરાઈ ગયા હતા. હોસ્ટેલના રૂમના કબાટમાં રાખેલ પર્સમાંથી બે વખત ચોરી થવા અંગે વિદ્યાર્થીએ હોસ્ટેલ મેનેજમેન્ટમાં જાણ કરવા છતાં કોઈ પગલાં ભરવામાં નહીં આવતાં આખરે ઈન્ફોસિટી પોલીસ મથકમાં વિદ્યાર્થી દ્વારા તે સમયે ફરિયાદ કરવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar news PDPU Hostel PDPU હોસ્ટેલ Suspicious death woman ગાંધીનગર ક્રાઇમ પીડીપીયુ કેમ્પસ હત્યા કે આત્મહત્યા gandhinagar crime news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ