બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / drunken car driver caused accident in Big Varachha Surat
Last Updated: 10:29 AM, 25 March 2024
સુરતના મોટા વરાછામાં છાકટા બનેલા નબીરાએ બેફામ કાર ચલાવી બાઇક સવારને અડફેટે લેતા રોષ પ્રસર્યો છે. કારચાલક નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પોલીસ સુધી મામલો પહોચતા ભાવેશ ચલોડિયા નામના શખ્સને પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. જ્યારે કારની અડફેટે ઘાયલ બાઇક સવારને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગઇકાલે રાત્રે કાર ચાલક છાકટો બન્યો હતો. પોતાની કાર બેફામ ચલાવવા માડ્યો હતો જેને કારણે રોડ પર કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ યુવકે ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતા. બેફામ ગાડી ચલાવીને રાહદારી અને વાહનચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇક સવારને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અકસ્માત કરી નાસી છુટે એ પહેલા જ હાજર લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો અને તેને મેથીપાક ચખાડ્યો હતો. કાર ચાલક નબીરો નશામાં હોવાનો સ્થાનીકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. કારચાલકને લોકોએ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ભાવેશ ચલોડિયાને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા કારને પણ ડિટેઇન કરી અને તેની તપાસ કરવામાં આવી હતી. જો કે કોઇ શંકાસ્પદ વસ્તુ કારમાંથી પોલીસને મળી આવી ન હતી.
ADVERTISEMENT
કાર ચાલકે બાઇકને ટક્કર મારી હતી. બાઇક સવાર ઘાયલ થયા હતા અને તેમના બાઇકને પણ નુકશાન થયુ હતું. બાઇકનો આગળનો ભાગ તુટી ગયો હતો. જ્યારે ઘાયલ ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરત શહેરમાં અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે પરંતુ વાહન ચાલકો દ્વારા ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરવામાં આવતા રાહદારીઓને જીવ ખોવાનો વારો આવી રહ્યો છે. બે દિવસ પહેલા રાત્રિના સુરતના સીટી લાઈટ ખાતે આવેલા અણુવ્રત દ્વાર પાસેના ફ્લાય ઓવરબ્રિજ ઉપર ચઢતી ટ્રકની પાછળ ઇનોવા કાર ધડાકાભેર રીતે ભટકાઈ હતી. જેમાં ઘટના સ્થળે જ ઇનોવા કારના ચાલકનું મોત નિપજ્યું હતું. ઘટનામાં ઇનોવા કારનો કચ્ચરધાણ વળી ગયો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.