બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Amreli 'Amal' Dar who? Janiben Thummar against Bharat Sutaria

લોકસભા ચૂંટણી 2024 / અમરેલી 'અમલ'દાર કોણ? ભરત સુતરિયા સામે જેનીબેન ઠુમ્મર, બન્ને નવા ઉમેદવારો, કોનું પલડું ભારે

Ajit Jadeja

Last Updated: 08:17 AM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરત સુતરિયા લેઉવા પાટીદાર અગ્રણી છે. અને હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે.

અમરેલી લોકસભાની બેઠક માટે ભાજપે લેઉવા પાટીદાર અગ્રણી ભરત સુતરિયાની પસંદગી કરી છે. હાલ અમરેલી જિલ્લા પંચાયતના તેઓ પ્રમુખ છે. જિલ્લા પંચાયતની અકાળા બેઠક પરથી તેઓ ચૂંટાયા છે. વર્તમાન સાંસદ નારણ કાછડિયાને કાપીને ભરત સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે. ભરત સુતરિયા સામે કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી હોવાથી અમરેલી લોકસભાનો જંગ જામે તેવી શક્યતા છે.

બીજેપીએ લોકસભા બેઠકના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના લોકસભાના ઉમેદવારો પણ જાહેર કર્યા છે. જેમાં અમરેલી લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ નારણ કાછડીયાના સ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરીયાની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ ભરત સુતરીયાને લોટરી લાગી છે. પાર્ટી એ તેમના પર ભરોસો વ્યક્ત કરીને તેમને અમરેલી લોકસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે.

કોણ છે ભરત સુતરિયા?

ભરત સુતરિયાની વાત કરીએ તો તેઓ લેઉવા પાટીદાર અગ્રણી છે. અને હાલમાં અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. જિલ્લા પંચાયતમાં અકાળા બેઠક ઉપરથી ચૂંટાયા છે અને તેમને પક્ષે નારણ કાછડિયાનાની ટિકિટ કાપીને આમને ટિકિટ આપી છે. તેઓ ધોરણ 10 પાસ છે અને વર્તમાન સમયમાં તેઓ ખેતી સાથે સંકળાયેલા છે. મૂળ લાઠી તાલુકાના જરખીયા ગામના વતની ભરતભાઈ સુતરીયાનો જન્મ 17 સપ્ટેમ્બર 1971ના દિવસે થયો હતો. હાલ તેઓ અમરેલી જિલ્લા પંચાયતની 24 મતીરાળા સીટના સદસ્ય તરીકે ચૂંટણી જીતીને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે. ભરત સુતરીયા વર્ષ 1991થી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયા હતા. 

આ પણ વાંચોઃ અભિનેત્રી કંગના રનૌતને ભાજપે આપી ટિકિટ, આ બેઠક પર લડશે ચૂંટણી,111 લોકસભા ઉમેદવારનું પાંચમું લિસ્ટ જાહેર

નારણ કાછડિયા ત્રણ વખત જીત્યા 

નારણ કાછડિયા અમરેલી લોકસભા સીટ પર વર્ષ 2009 થી લઈને 2024 સુધી પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તેમણે 2009માં કોંગ્રેસના નીલાબેન ઠુમર, 2014માં કોંગ્રેસના વીરજી ઠુંમરને હરાવી ચુક્યા છે. અને વર્ષ 2019 માં કોંગ્રેસના પરેશ ધાનાણીને હરાવી ચુક્યા છે. કદાવર નેતાની ભાજપે ટિકિટ કાપીને નવા ઉમેદવાર ભરત સુતરીયાને પસંદ કર્યા છે.જેને લઇને પક્ષની રણનીતી કઇ તેની ચર્ચા થઇ રહી છે. વર્ષ 2009માં જ્યારે નારણભાઈ કાછડીયાને લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કરાયા હતા ત્યારે તેઓ પણ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કાર્યરત હતા ત્યારે 15 વર્ષ બાદ ફરી એક વખત ભાજપે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપર ભરોસો વ્યક્ત કરીને તેને લોકસભાની ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ