ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / વિશ્વ / Pakistani model died in PIA plane crash

પ્લેન ક્રેશ / PIA પ્લેન ક્રેશમાં આ ખૂબસૂરત મોડલનું મોત, ચાહકોમાં શોકની લાગણી

Published By: Intern

Last Updated: 03:27 PM, 23 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં લાહોરથી કરાચી જઇ રહેલું વિમાન ક્રેશ થયું હતું. આ પ્લેનમાં યાત્રીઓ સાથે પાકિસ્તાની મોડૅલ ઝારા આબિદ પણ પ્રવાસ કરી રહ્યાં હતા. મળતા અહેવાલ મુજબ ઝારા આબિદનું આ પ્લેન ક્રેશમાં મૃત્યું થયું છે.

ADVERTISEMENT

પાકિસ્તાનમાં શુક્રવારે મોટી વિમાની દુર્ઘટના ઘટી હતી. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું વિમાન ક્રેશ થઇ ગયું હતું. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં 91 યાત્રી સાથે 8 ક્રૂ મેમ્બર હતા. અચાનક વિમાનનું સંતુલન બગડતાં રહેણાંક વિસ્તારમાં જ તે ક્રેશ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં પાકિસ્તાની મોડૅલ ઝારા આબિદનું પણ મૃત્યુ થયું છે. 

પાકિસ્તની મોડૅલ ઝારા આબિદ
  • પાકિસ્તાની  મોડૅલ ઝારા આબિદનું અવસાન

ઝારાના મૃત્યુંના સમાચાર મળતાની સાથે જ તેના નજીકના લોકોએ ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ જ્યારે લોકોને સમાચાર મળ્યા કે કેટલાક લોકો સુરક્ષિત છે ત્યારે તેઓએ ટ્વિટ ડિલિટ કરી દીધી હતી અને ઝારા આબિદ માટે દુઆ કરવા લાગ્યા હતા. 

  • પત્રકાર ઝૈન ખાનના બે અલગ ટ્વિટ
પહેલું ટ્વિટ

પાકિસ્તાની પત્રકાર ઝૈન ખાને પણ સામાન્ય લોકોની જેમ બે અલગ અલગ ટ્વિટ કર્યા હતા. પહેલા તેઓએ ટ્વિટ કર્યુ હતું કે ઝારા આબિદ સુરક્ષિત રહેલા કેટલાક વ્યક્તિઓમાંની એક છે, બાદમાં તેમણે કન્ફોર્મ કર્યુ હતું કે ઝારા આબિદ હવે આપણી વચ્ચે નથી રહી. તેમણે ઝારાની મોત પર ખૂબ દુ:ખ વ્યક્ત કર્યુ અને તેમના પરિવાર તેમજ મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. 

બીજૂ ટ્વિટ
  • ઝારાના મોતથી શોકની લાગણી છવાઇ

પ્લેન ક્રેશ થવાના કેટલાક સમય પહેલા કંન્ટ્રોલ રૂમમાંથી પાયલોટે એન્જીન ખરાબ હોવાની સૂચના આપી હતી. સૂચના આપ્યાના થોડા જ સમય બાદ આ દુર્ઘટના ઘટી હતી. 

ઝારા આબિદના મોતથી તેમના પરિવાર અને ફૅન્સને મોટો ઝટકો લાગ્યો છે. તેમના લાખો કરોડો ફૅન્સ હાલ દુ:ખની લાગણી અનુભવી રહ્યાં છે. સાથે જ પાકિસ્તાનના લોકો સમગ્ર દુર્ઘટનાને લઇને ઘણા જ દુ:ખી છે.   

સંકળાયેલા મુદ્દાઓ

Model's death PIA plane crash pakistan zara abid Pakistan plane crashe

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ