બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આ વિવાદમાં હવે પાકિસ્તાની પણ કૂદી ગયા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે ટ્વિટ કરીને કહ્યું કે, ભાજપ નેતાના નિવેદનની નિંદા કરીએ છીએ. તેની સાથે જ પાકિસ્તાનના ધાર્મિક સ્વતંત્રતાને લઇને ભારત પર ઝેર ઓંકવાનો મોકો શોધી લીધો છે. જોકે નૂપુર શર્માએ માફી માંગી છે.
શહબાઝ શરીફે કહ્યું કે, હું અમારા પ્યારા પૈગંબર મોહમ્મદ અંગે ભારતના ભાજપ નેતાની ઠેસ પહોંચાડનારી ટિપ્પણીઓની કડક શબ્દોમાં નિંદા કરું છું. અમે અનેક વખત કહ્યું છે કે, મોદીના નેતૃત્વમાં ભારત ધાર્મિક સ્વતંત્રતાને કચડવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને મુસ્લિમોને સતાવવામાં આવી રહ્યા છે. દુનિયાને આ અંગે ધ્યાન આપવું જોઈએ અને ભારતને મોટી ફટકાર લગાવવી જોઈએ.
ADVERTISEMENT
પૈગંબર માટે આપી શકીએ છીએ જીવઃ શહબાઝ
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફના એક અન્ય ટ્વિટમાં કહ્યું, અમારા પ્યારા પૈગંબર મોહમ્મદ માટે સર્વોચ્ચ છે. તમામ મુસ્લિમ પૈગંબર મોહમ્મદના પ્રેમ અને સન્માન માટે પોતાનો જીવ આપી શકે છે. જણાવી દઇએ કે, કથિતરીતે પૈગંબર મોહમ્મદ વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા મામલે ભાજપે નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલે સસ્પેન્ડ કરી દીધા છે.
I condemn in strongest possible words hurtful comments of India's BJP leader about our beloved Prophet (PBUH). Have said it repeatedly India under Modi is trampling religious freedoms & persecuting Muslims. World should take note & severely reprimand India. Our love for the >
— Shehbaz Sharif (@CMShehbaz) June 5, 2022
ADVERTISEMENT
અરબ દેશોમાં થયો વિરોધ
પૈગંબર મોહમ્મદ વિરૂદ્ધ ટિપ્પણીને લઇને અરબ દેશોમાં ભારે વિવાદ થયો છે. ખાડીના દેશોમાં ભારતીય વસ્તુઓનો બહિષ્કારની પણ મુહિમ જોવા મળી છે. ત્યારે, ઓમાનના ગ્રેન્ડ મુફ્તી શેખ અહમદ બિન હમાદ અલ ખલીલીએ પણ ભાજપ વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતમાં સત્તાધારી પાર્ટીના સત્તાવાર પ્રવક્તાએ ઇસ્લામના દૂત વિરૂદ્ધ ઢીઠ અને અશ્લીલ ટિપ્પણી કરી છે. અલ ખલીલીના નિવેદન બાદ ભાજપે પણ સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
નૂપુર શર્માએ માંગી માફી
નૂપુર શર્માએ પોતાની ટિપ્પણીને લઇને માફી માંગી છે. સાથે કહ્યું કે, હું મારા શબ્દો પરત લઉં છું. તેમણે કહ્યું કે મારો ઇરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો ન હતો. જો મારા શબ્દોથી કોઇની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે તો હું મારા શબ્દોને પરત લઉં છું.
— Nupur Sharma (@NupurSharmaBJP) June 5, 2022
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.