બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / ભારત-અફઘાનિસ્તાનના સંયુક્ત નિવેદનથી લાલચોળ થયું પાક, કાશ્મીરનો ઉલ્લેખ થતાં પેટમાં ચૂક આવી
Last Updated: 09:23 PM, 12 October 2025
ભારત અને અફઘાનિસ્તાન દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જારી કરીને કાશ્મીરને ભારતનો ભાગ ગણાવવા પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે.
ADVERTISEMENT
પાકિસ્તાનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરને ભારતનો ભાગ જાહેર કરવું એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવો અને જમ્મુ અને કાશ્મીરની કાનૂની સ્થિતિનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ભારત અને અફઘાનિસ્તાનનું આ સંયુક્ત નિવેદન કાશ્મીરના લોકોના સંઘર્ષ અને બલિદાન પ્રત્યે અત્યંત અસંવેદનશીલ છે.
મહત્વનું છે કે ભારત અને અફઘાનિસ્તાને 10 ઓક્ટોબરના રોજ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી . આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. બંને દેશોએ આતંકવાદના તમામ કૃત્યોની નિંદા કરી અને પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને પરસ્પર વિશ્વાસને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો. અફઘાન વિદેશ પ્રધાન મુત્તાકીએ કહ્યું કે આતંકવાદ પાકિસ્તાનની આંતરિક સમસ્યા છે.
ADVERTISEMENT
મુત્તાકીએ કહ્યું, "અમે સમજીએ છીએ કે પાકિસ્તાને ભૂલ કરી છે. સમસ્યાઓ આ રીતે ઉકેલી શકાતી નથી. અમે ચર્ચા માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. તેમણે પોતાની સમસ્યાઓ જાતે જ ઉકેલવી જોઈએ. 40 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં શાંતિ આવી છે.
આ પણ વાંચોઃ તાલિબાનથી પિટાયા બાદ પણ પાકિસ્તાનું અકડ વલણ, મોહસીન નકવીએ આપી દીધી ધમકી
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.