પાકિસ્તાનના નેશનલ ઍસેમ્બલના સદસ્ય અને ટીવી હોસ્ટ આમિર લિયાકતએ હાલમાજ ત્રીજા લગન કર્યા હતા.49 વર્ષના આમિર લિયાકતે હાલમાજ 18 વર્ષની યુવતી સાથે લગન કર્યા હતા જે હાલ તૂટવા પર છે .
શેતાન થી પણ વધુ ખરાબ છે આમિર: દાનીયા
ઘટના જાણે એમ બની છે કે એમની ત્રીજી પત્ની એ તલાકની માંગ કરી છે. એમણે કહ્યું છે કે આમિર લિયાકત ખુબજ અલગ છે. તેણીએ આક્ષેપ કર્યો હતો કે જેવા તે ટીવી પર દેખાય છે એના કરતાં સાવ અલગ છે. બલકે એ તો શેતાન થી પણ વધુ ખરાબ છે. એમને કહ્યું હતું કે કે આમિર સાથે છેલ્લા ચાર મહિનામાં મને દુખ અને તકલીફ સિવાય બીજું કંઇ જ નથી મળ્યું.
દાનીયા એ આમિર પર આરોપ લગાવ્યો છે કે આમિર એમને રૂમ માં બંદ કરીને રાખતા હતા અને નશા માં મારતા પણ હતા. આના સિવાય ઘરના નોકરો સામે પણ મારુ અપમાન કરતાં હતા. પરિવારને પણ ગંભીર પરિણામોનો સામનો કરવા ની ધમકી આપી છે. આ બધીજ વસ્તુઓ થી કંટાડી દાનીયા એ આમિરથી તલાક લેવા માટે કોર્ટને માંગ કરી.
લગ્નને લઈને ચર્ચામાં છે પાકિસ્તાની સાંસદ
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સાંસદો હંમેશા પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. તેમના મતે ઈસ્લામમાં 17 લગ્નોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે તેમની પત્નીઓને તેની સાથે કોઈ સમસ્યા નથી, તો પછી લોકોને તેનાથી મુશ્કેલી કેમ થઈ રહી છે? તાજેતરમાં આમિર લિયાકતની બીજી પત્નીએ છૂટાછેડા લીધા ત્યારે એ જ દિવસે એણે દાનિયા શાહ સાથે ત્રીજા લગ્ન કરવાની જાહેરાત કરી હતી. બાદમાં ધામધૂમથી લગ્ન પણ કર્યા હતા.