બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની તબિતય નાજૂક છે. મુશર્રફની લાંબા સમયથી તબિયત ખરાબ હતી. પાકિસ્તાનની મીડિયાના અનુસાર, તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહે છે. પરવેઝની ઉંમર 78 વર્ષથી અને તેઓ લાંબા સમયથી બીમાર છે. તેએ કેન્સરથી પીડાય રહ્યા છે. મુશર્રફ 2001થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા હતા. આ પહેલા તેઓ આર્મી ચીફ પણ રહ્યા હતા. કારગીલ યુદ્ધ માટે મુશર્રફને જ સીધી રીતે જવાબદાર ગણવામાં આવે છે. તેમણે નવાઝ શરીફનો તખતા પલટ કર્યો હતો.
પૂર્વ સૈન્ય વડાને મળી છે ફાંસીની સજા
પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતામાં વિશેષ કોર્ટે 3 સભ્યોની પીઠે એવી સજા સંભળાવી. 3 નવેમ્બર 2007એ દેશમાં ઇમરજન્સી લગાવવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધી બંધારણને નિલંબિત કરવાના ગુનામાં મુશર્રફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ દાખલ કરાયો હતો. મુશર્રફને 31 માર્ચ, 2014એ દોષિત જાહેર કરાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.