ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશની આશાઓ પર પાણી ફર્યું

Asia Cup 2025 / એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશની આશાઓ પર પાણી ફર્યું

Last Updated: 12:03 AM, 26 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં આઠ વિકેટે 135 રન બનાવ્યા હતા જવાબમાં બાંગ્લાદેશની ટીમે 9 વિકેટ ગુમાવીને 124 રન કર્યા હતા અને પાકિસ્તાનની 11 રને જીત સાથે ફાઈનલમાં એન્ટ્રી મારી હતી. એશિયા કપ 2025ની ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે 28 તારીખે રવિવારે રમાશે.

ADVERTISEMENT

બાંગ્લાદેશને પહેલો ઝટકો શરૂઆતના પાંચમા બોલ પર શાહીન શાહ આફ્રિદીએ આપ્યો હતો. તેણે પરવેઝ હુસૈન ઇમોનને મોહમ્મદ નવાઝના હાથે કેચ કરાવ્યો હતો. શૂન્ય રન પર આઉટ થયો હતો. પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી મારી હતી પાકિસ્તાન તરફથી શાહીન અને રઉફે ત્રણ-ત્રણ વિકેટ લીધી. અને બાંગ્લાદેશને હરાવ્યું હતું. બાંગ્લાદેશની ટીમ 136 રન ચેઝ કરી શકી નહી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ મોહમ્મદ હારીશે 31 રન કર્યા હતા.

પાકિસ્તાને બાંગ્લાદેશને 136 રનનો લક્ષ્યાંક આપ્યો હતો

પાકિસ્તાને બાંગ્લાદેશને જીત માટે 136 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કરો યા મરો મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં આઠ વિકેટે 135 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ હેરિસે સૌથી વધુ 31 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી તસ્કિન અહેમદે ત્રણ વિકેટ લીધી, જ્યારે મેહદી હસન અને રિશાદ હુસૈને બે-બે વિકેટ લીધી. મુસ્તફિઝુર રહેમાને પણ એક વિકેટ લીધી.

વધુ વાંચો: સૂર્યકુમાર યાદવ પર સુનાવણી પૂરી, એશિયા કપની ફાઈનલ મેચમાં રમી શકશે?

બંને ટીમોની પ્લેઈંગ 11

પાકિસ્તાનઃ સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સૈમ અયુબ, સલમાન આગા (કેપ્ટન), હુસૈન તલત, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, હરિસ રૌફ, અબરાર અહેમદ.

vtv app promotion

બાંગ્લાદેશ: સૈફ હસન, પરવેઝ હુસૈન ઈમોન, તોહીદ હ્રિદોય, શમીમ હુસેન, ઝાકિર અલી (કેપ્ટન અને વિકેટકીપર), નુરુલ હસન, રિશાદ હુસૈન, મહેદી હસન, તનઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

asia cup 2025 Pakistan vs bangladesh t20 asia cup super 4
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ