બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'આતંકવાદીઓએ ધર્મનો આશરો લઈને...', પહેલગામ હુમલાની ઘટનાને સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી

આક્રોશ / 'આતંકવાદીઓએ ધર્મનો આશરો લઈને...', પહેલગામ હુમલાની ઘટનાને સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી

Priykant Shrimali

Last Updated: 03:36 PM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Swami Sadananda Saraswati : દ્વારકા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પણ આક્રોશ સાથે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું, આતંકવાદીઓએ ધર્મનો આશરો લઈને એક વિશેષ ધર્મના લોકોને લક્ષ્ય બનાવી તેમની હત્યા કરી, હવે સમય આવી ગયો છે કે.......

Swami Sadananda Saraswati : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે દ્વારકા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પણ આક્રોશ સાથે દુ:ખ વ્યક્ત કર્યું છે. શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું કે, કાશ્મીરના પહેલગામની દુ:ખદ ઘટનાની સૂચના સાંભળીને એ સમજમાં આવી ચૂક્યું છે કે, લોકો એમ કહે છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હતો. જોકે હવે સિધ્ધ થઈ ચૂક્યું છે કે, આતંકવાદીઓએ ધર્મનો આશરો લઈને એક વિશેષ ધર્મના લોકોને લક્ષ્ય બનાવી તેમની હત્યા કરી છે.

આ સાથે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું કે, ધર્મ શબ્દનો અર્થ ન જાણવાને કારણે આતંકવાદને ધર્મને સાથે જોડી દેવામાં આવે છે. આતંકવાદીઓનું તો એ જ કર્તવ્ય છે કે, હત્યા કરો, ત્રેતાયુગમાં રાવણની પણ આજ કર્તવ્ય હતું, આ જ ધર્મ હતો એમનો... દ્વાપરયુગમાં કંસનો પણ આ જ ધર્મ હતો. કલિયુગમાં આ આતંકવાદી આપણી રાષ્ટ્રીયતાને નુકશાન કરી રહ્યા છે. આજે આપણાં દેશની સેના, ત્રણેય સેના, જળ સેના, થલ સેના અને વાયુ સેના એટલી મજબૂત અને સક્ષમ છે કે સામસામે યુદ્ધ કરવાની કોઈની હિંમત નથી.

સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું કે, ભારતને કમજોર કરવા માટે આતંકવાદનો સહારો લઈ વિદેશી ષડયંત્રકારી આ પ્રકારની યોજનાઑ કરે છે. આપણે સમજવું પડશે કે, આપણી એકતા જ આનો જવાબ છે. સમસ્ત હિન્દુઓએ પક્ષીય રાજનીતિથી ઉપર આવી એક થવું જ જોઈએ, અને આ જ તેમની માટે સૌથી મોટો જવાબ હશે. આપણી સુરક્ષા કરવાનો અધિકાર તો આપણને હોવો જ જોઈએ. જેમ સ્વતંત્રતાનો અધિકાર આપણે પ્રાપ્ત કર્યો તેમ, ધર્મ પાલનની પણ સ્વતંત્રતા પણ અમને હોવી જોઈએ.

વધુ વાંચો : VIDEO : ક્રાઈમ બ્રાન્ચ બહાર બાગ્લાદેશીઓએ કર્યો હોબાળો, પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી

આ સાથે તેમણે કહ્યું કે, આતંકવાદ સામે યુદ્ધ કરવા માટે આપણી એકતા જ સૌથી મોટી સફળતાની ચાવી છે. ભારત સરકાર, સ્વયંસેવી સંસ્થાઓ અને મુસ્લિમ સમુદાયથી પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે, આ સમયે એમને આતંકવાદની વિરુદ્ધ બોલીને તેમની ભારતીયતા સિદ્ધ કરવી જોઈએ. ભારતમાં વસતા કોઈને પણ અધિકારી નથી કે, આતંકવાદને પ્રોત્સાહિત કરે. આપણે અધ્યાત્મવાદી લોકો છીએ, ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી છીએ કે, બધાના મનમાં એવી જાગૃતિ ઉત્પન્ન થાય કે અમે આતંકવાદનો વિરોધ કરી શકીએ, ભેદવાવ ભુલાવી આપણે આ લોકો સામે યુદ્ધ કરવું પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shankaracharya Swami Sadananda Saraswati Dwarka Pahalgam Terror Attack
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ