બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Oxygen Generation plants to be installed in 551 hospitals through PM CARES Fund Oxygen Shortage

રાહત / ઑક્સીજનની અફરાતફરી : PM મોદીનો વધુ એક મોટો નિર્ણય, PM-CARES ફંડમાંથી કરવામાં આવશે આ કામ

Parth

Last Updated: 01:52 PM, 25 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોના વાયરસના કારણે ઑક્સીજનની ભારે અછત ઊભી થઈ છે ત્યારે PM કેયર્સ ફંડમાંથી ઑક્સીજન પ્લાન્ટ ઊભા કરવા માટે પીએમ મોદીએ આદેશ આપ્યા છે.

  • ભારતમાં કોરોના વાયરસની સુનામી
  • પીએમ મોદીનો વધુ એક મોટો નિર્ણય 
  • PM CARES ફંડમાંથી ઊભા કરવામાં આવશે ઑક્સીજન પ્લાન્ટ 

દેશમાં કોરોના વાયરસના સંકટના કારણે ઑક્સીજનની અછતને દૂર કરવા માટે પીએમ મોદીએ મોટો નિર્ણય લીધો છે. PM દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યા છે કે PM CARES ફંડમાંથી 551 ઑક્સીજન પ્લાન્ટ (Pressure Swing Adsorption Medical Oxygen Generation Plants) ઊભા કરવામાં આવશે. 

સરકારી હોસ્પિટલોને મોટી મદદ 

પીએમ મોદીના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર આ પ્લાન્ટને વહેલમાં વહેલી તકે ઊભા કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે અને આ પ્લાન્ટ રાજ્યોના જિલ્લા મુખ્યાલયમાં સરકારી હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવશે. PMOએ જણાવ્યું કે ખરીદી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના માધ્યમથી કરવામાં આવશે. 

કોરોના વાયરસના દર્દીઓને મળશે રાહત 

નોંધનીય છે કે આ પ્રકારના પ્લાન્ટની હાલમાં દેશમાં ખૂબ જરૂર છે. હોસ્પિટલોમાં ઑક્સીજન માટે આ પ્લાન્ટ મદદરૂપ બનાઈ રહેશે. PMOએ કહ્યું કે આ પ્રકારની પ્રણાલી લાંબા સમય સુધી સરકારી હોસ્પિટલોમાં ઑક્સીજન આપૂર્તિ સુનિશ્ચિત કરશે અને અચાનક ઊભી થતી મુશ્કેલીનો સામનો પણ કરી શકાશે. 

ભારતમાં કોરોના વાયરસની સુનામી 

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે કારણ કે શહેર શહેર કોરોના કહેર જોવા મળી રહ્યો છે. ભારતની મોટી મોટી હોસ્પિટલોના હાલ બેહાલ છે જ્યારે નાના શહેરો અને ગામડાઓમાં તો ભયંકર પરિસ્થિતિ છે. લોકો ઑક્સીજન વગર તરફડીને મરી રહ્યા છે. 

ભારતમાં કોરોના વાયરસ કેસ અપડેટ (25 એપ્રિલ, 2021)

ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે એક દિવસ 3,49,691 નવા કેસ નોંધાયા છે જ્યારે  2,767 દર્દીઓના મોત થતાં દેશમાં કોહરામ જેવી પરિસ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે ભારતમાં 2,17,113  દર્દીઓએ કોરોના વાયરસ સામે જીત પણ મેળવી.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Oxygen shortage PM modi pm cares fund ઑક્સીજન પીએમ મોદી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ