બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'મંદિરોમાં માત્ર ભક્તિ ગીતો વાગવાં જોઈએ, હિંદી ગીતોને કોઈ સ્થાન નહીં'- HCનો મોટો ચુકાદો

ન્યાયિક / 'મંદિરોમાં માત્ર ભક્તિ ગીતો વાગવાં જોઈએ, હિંદી ગીતોને કોઈ સ્થાન નહીં'- HCનો મોટો ચુકાદો

Last Updated: 10:47 PM, 6 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવું કહ્યું કે મંદિરોમાં ફક્ત ભક્તિ ગીતો વાગવાં જોઈએ, હિંદી ગીતોને કોઈ સ્થાન ન હોવું જોઈએ.

ધાર્મિક ઉત્સવો કે કાર્યક્રમોમાં લોકો હિંદી ગીતો પર ડાન્સ કરતાં હોય છે અને મંદિરોમાં પણ હિંદી ગીતો વગાડીને દેવી-દેવતાઓની ગરિમા જાળવતા નથી ત્યારે હવે હાઈકોર્ટે આ સંબંધિત સ્થિતિ ક્લિયર કરી છે.

મદ્રાસ હાઈકોર્ટે શું કહ્યું

મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતાં કહ્યું કે હિન્દુ મંદિરોમાં ફક્ત ભક્તિ ગીતો જ વાગવાં જોઈએ. કોર્ટે મંદિર પરિસરમાં ફિલ્મી ગીતો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય પુડુચેરીના ભક્ત વેંકટેશ સૌરીરાજન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવ્યો હતો, જેમણે મંદિરના ઉત્સવોમાં ફિલ્મી ગીતોના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. જસ્ટિસ ડી. ભરત ચક્રવર્તીની અધ્યક્ષતાવાળી કોર્ટે સ્પષ્ટતા કરી કે મંદિરમાં આયોજિત કોઈપણ ધાર્મિક ઉત્સવ કે કાર્યક્રમમાં ફક્ત ભક્તિ સંગીત જ વગાડવું જોઈએ. કોર્ટે અધિકારીઓને આ આદેશનું કડક પાલન થાય તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો.

મંદિરમાં વાગતાં ફિલ્મી ગીતો સામે હાઈકોર્ટમાં અરજી

આ મામલો પુડુચેરીના વીઝી વરદરાજા પેરુમલ મંદિરનો છે જ્યાં ભક્તોએ ફરિયાદ કરી હતી કે મંદિરના ઉત્સવો દરમિયાન ઓર્કેસ્ટ્રા દ્વારા ફિલ્મી ગીતો વગાડવામાં આવી રહ્યા છે, જેનાથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી રહી છે. કોર્ટે આ અંગે કડક વલણ અપનાવ્યું અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની ખાતરી કરવા વહીવટીતંત્રને નિર્દેશ આપ્યો. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંદિરમાં લાંબા સમયથી કોઈ ટ્રસ્ટી નથી, જેના કારણે વહીવટી કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે. આ અંગે નારાજગી વ્યક્ત કરતા, હાઇકોર્ટે અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો આદેશ આપ્યો, જેથી મંદિરનું સંચાલન સુચારુ રીતે થઈ શકે.

આખા દેશમાં લાગુ પડી શકે

મદ્રાસ હાઈકોર્ટનો આ નિર્ણય આખા દેશમાં લાગુ પડી શકે છે. આજકાલ ધાર્મિક ઉત્સવો દરમિયાન પણ લોકો ભક્તિ ગીતોને બદલે હિંદી ગીતો વગાડતાં હોય છે. ધાર્મિક કાર્યક્રમોમાં પણ હિંદી ગીતોનું ચલણ જોવા મળી રહ્યું છે. લોકો માતાજીના કાર્યક્રમમાં પણ હિંદી ગીતો પર ચેનચાળા કરીને ડાન્સ કરતાં હોય છે. હાઈકોર્ટના આદેશ બાદ લોકોએ હવે ચેતી જવાની જરુર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madras HC Madras HC news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ