બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ongoing match the guard washes off the intruders then Mohammad Shami wins the hearts

માનવતા / VIDEO: ચાલુ મેચમાં ઘૂસી ગયેલા શખ્સની ગાર્ડે કરી ધોલાઈ, તો મહોમ્મદ શમીએ જીતી લીધા દિલ, જુઓ શું કર્યું

Kishor

Last Updated: 05:39 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચ દરમિયાન એક શખ્સ મેદાનમાં ઘૂસી આવતા સિક્યુરિટી ગાર્ડન તેને લમધાર્યો હતો. આ વેળાએ શેમીએ દયા દાખવી માર મારતા અટકાવતા લોકો તેના વખાણ કરી રહયા છે.

  • દિલ્હીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ
  • ચાલુ મેચમાં ફેન ઘુસી આવ્યો મેદાનમાં
  • ફેનને માર મારતા સિક્યોરિટીને શેમીએ અટકાવ્યો

દિલ્હી ખાતે આવેલ અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ વેળાએ એક ફેન ભારતીય ખેલાડીઓને મળવા મેદાનની અંદર દોડી ગયો હતો. જે અંગે જાણ થતા સિક્યુરિટી વાળાઓએ તેને પકડી લીધો હતો માર મારતા બાઉન્ડ્રી પર ઉભેલા મોહમ્મદ શમીએ સિક્યુરિટીને મારતા આટકાવ્યા અને ફેનને છોડાવ્યો હતો. મહોમમદ શમીના આ માનવતાભર્યા કાર્યને લોકો બિરદાવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયાની ટીમની દિલ્હી ટેસ્ટમાં સારી શરૂઆત

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે દિલ્હી ટેસ્ટમાં સારી શરૂઆત કરી છે. જેમાં ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજાએ 50 રનની ભાગીદારી નોંધાવી હતી. બાદમાં મોહમ્મદ શમીએ  વોર્નરની વિકેટ ખેડવી હતી. તો બીજી બાજુ રવિચંદ્રન અશ્વિને એક જ ઓવરમાં માર્નીશ લાબુશેન અને સ્ટીવ સ્મિથને આઉટ કર્યા હતા. મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ આ ટેસ્ટ મેચમાં માત્ર 1 ફાસ્ટ બોલર અને 3 અગ્રણી સ્પિન બોલરો સાથે મેદાન પર ઉતરી છે. આ પછી મોહમ્મદ શમીએ 15ના અંગત સ્કોર પર વોર્નરને પોતાનો શિકાર બનાવ્યો હતો.

પોતાની 100મી ટેસ્ટ રમતો ચેતેશ્વર પૂજારા 
આ ટેસ્ટ મેચ ભારતીય ટેસ્ટ ટીમના નંબર-3 બેટ્સમેન ચેતેશ્વર પુજારા માટે ખાસ બની રહેશે. કારણ કે  તે પોતાની ટેસ્ટ કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમવા જઇ રહ્યો છે. આ સિદ્ધિ પોતાને નામ કરનાર 13મો ભારતીય ખેલાડી બન્યો હતો. બીજી બાજુ ભારતીય ટીમે દિલ્હી ટેસ્ટ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે. જેમાં સૂર્યકુમાર યાદવની જગ્યાએ શ્રેયસ અય્યરને સામેલ કરાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ