બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / One dead, 2 injured in lightning strike in Kutch's Abdasa

વીજળી પડી / કચ્છ: ખેતરમાં કામ કરતા સમયે ત્રાટક્યું આકાશી મોત, એક ચમકારો અને જતો રહ્યો એકનો જીવ, 2 લોકો દાઝ્યા

Dinesh

Last Updated: 07:11 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ, માંડવી તેમજ અબડાસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, અબડાસામાં વીજળી પડતા એકનુ મોત થયું છે જ્યારે 2 લોકોને ઈજા પહોંચી છે

  • કચ્છના અબડાસામાં વીજળી પડતા એકનુ મોત 2 લોકોને ઈજા
  • ખેતરમાં કામ કરતા સમયે ખેડૂતો પર પડી વીજળી
  • કચ્છના માંડવી-ગઢસીસાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી જોરદાર વરસાદી માહોલ જામ્યો છે.  ત્યારે કચ્છમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર પારી ખેલી છે.  કચ્છ, માંડવી તેમજ અબડાસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. માંડવી - ગઢસીસાના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. તો બીજી તરફ અબડાસામાં વીજળી પડતા એકનુ મોત થયું છે જ્યારે 2 લોકોને ઈજા પહોંચી છે.

વીજળી પડતા એકનુ મોત
કચ્છના અબડાસામાં વીજળી પડતા એકનુ મોત થયું છે જ્યારે 2 લોકોને ઈજા પણ પહોંચી છે. ખેતરમાં કામ કરતા સમયે ખેડૂતો પર વીજળી પડી હતી. અબડાસાના સુડધ્રો મોટી ગામે ખેતરમાં વીજળી પડતા એકનો મોત થયો છે જ્યારે ઈજાગ્રસ્તો સારવાર અર્થે નલિયા આરોગ્ય કેન્દ્ર ખસેડાયા છે.

નલિયા બજારમાં પાણી ભરાયા
કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. નલિયામાં ધોધમાર વરસાદથી બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેને લઈ વેપારીઓ સહિત રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 

માંડવીના ગુંદિયાલી શેખાઈબાગનો ચેક ડેમ ઓવર ફલો
માંડવીમાં ધોધમાર વરસાદ બાદ ચેક ડેમ ઓવર ફલો થયો છે.  ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ચેક ડેમમાં પાણીની આવક વધતા ડેમ ઓવરફલો થયો છે.  માંડવીના ગુંદિયાલી શેખાઈબાગનો ચેક ડેમ ઓવર ફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

અબડાસા વરસાદ
કચ્છના અબડાસામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. મોથાળા-કોઠારા વાડી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.  

શેરડી ગામ પાસેનો કોઝવે તૂટતો માર્ગ બંધ કરાયો
કચ્છના માંડવી-ગઢસીસાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણીથી શેરડી ગામ પાસેનો કોઝવે તૂટતો માર્ગ બંધ કરાયો છે. ભારે વરસાદના કારણે નદીના પાણી કોઝ વે પર ફરી વળ્યા હતાં. માર્ગ તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ