On the first day of Navratri the price of gold fell, gold became so cheap today
Gold Rate /
નવરાત્રિના પહેલા જ દિવસે સોનાના ભાવમાં ઘટાડાનો ચાંદલો, આજે આટલું સસ્તું થઈ ગયું ગોલ્ડ, જાણો લેટેસ્ટ રેટ
Team VTV04:04 PM, 22 Mar 23
| Updated: 04:08 PM, 22 Mar 23
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે 24 કેરેટ સોનાના ભાવમાં 574 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
ચૈત્રી નવરાત્રીના પહેલા જ દિવસે સોનાના ભાવમાં ઘટાડો
24 કેરેટ સોનાના ભાવમાં 574 રૂપિયાનો ઘટાડો
24 કેરેટ સોનાના ભાવ 58,614 પર સ્થિર થયા
ચૈત્રી નવરાત્રીના પહેલા જ દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. આજે એટલે કે બુધવારે તોલા એટલે કે 10 ગ્રામ સોનાના ભાવમાં 574 રૂપિયાનો ઘટાડો નોંધાતા 24 કેરેટ સોનાના ભાવ 58,614 પર સ્થિર થયા હતા. મહત્વનું છે કે ગઈકાલે મંગળવારના રોજ સોનાનો ભાવ તોલા દીઠ 59,188 રૂપિયા પર અટક્યો હતો. બીજી બાજુ આજે ચાંદીના ભાવ પણ ઘટયા હતા અને ચાંદીનો રેટ 68,250 પર સ્થિર રહ્યો હતો.
સોનાના લેટેસ્ટ ભાવ અંગે વાત કરીએ તો આજે 22 માર્ચના રોજ સોનાનું 58,614 રૂપિયા ભાવમાં ખરીદ-વેચાણ થયું હતું. ગઈકાલે 59,188 રૂપિયામાં બંધ રહેલા સોનાનો આજે ભાવ ઘટ્યો હતો. મહત્વનું છે કે મોટાભાગના દાગીના 22 કેરેટ ગોલ્ડમાં જ બનાવવામાં આવે છે ત્યારે 22 કેરેટ ગોલ્ડના ભાવમાં 474 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને નવા ભાવ 53,690 રૂપિયા પર સ્થિર રહ્યા હતા.
64 હજારને આંબી શકે છે ભાવ
મહત્વનું છે કે એક સપ્તાહ પહેલા સોનુ 55 હજારના ભાવ પર સ્થિર હતું. જેનો ભાવ ચાલુ સપ્તાજમાં 60 હજાર સુધી પહોંચી ગયો હતો. અમેરિકન બેન્કિંગ સેક્ટરમાં આવેલ મંદીને પગલે સોનાની ચમકમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સંકટ વચ્ચે લોકો સુરક્ષિત રોકાણ માટે સોનાને પસંદ કરી તેના પર ભરોસો કરી રહ્યા હોવાથી ભાવ વધી રહ્યા છે. જોકે આજે ભાવ નરમ રહ્યા હતા. પરંતુ નિષ્ણાતોનું માનીએ તો સોનાના ભાવ 64 હજારને આંબી શકે છે. ત્યારે ઘટાડાનો આ સીલસીલો કેટલા સમય જોવા મળશે તે જોવું રહ્યું !