બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / omg reduce age in israel research

OMG / શું માણસ અમરત્વ તરફ? આ દેશમાં થઈ રહ્યો છે ઉમંર ઘટાડવાનો દાવો

Published By: Gayatri

Last Updated: 10:36 AM, 26 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલના વૈજ્ઞાાનિકોએ 35 જેટલા વૃધ્ધોને યુવાન કર્યા હોવાનો દાવો કર્યો છે. થેરાપીની મદદથી વધતી ઉમંરમાં 33 ટકા ઘટાડો કરી શકાય છે. દુનિયાની કોઈ પણ એન્ટીએજીન ક્રિમ ઉમંરને રોકી શકતી નથી. અને તેના સાઈડઈફેક્ટ પણ હોય છે ત્યારે આ સંશોધન હજુ પ્રાથમિક તબક્કામાં હોવાનું જાણવા મળ્યું હતુ.

  • લાંબા ટેલોમેરસ સારા સેલુલર પરફોર્મન્સ સાથે સંકળાયેલા
  • ઉમર વધવાથી અલ્ઝાઇમર,પાર્કિસન્સ,કેન્સર, હ્વદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ આવે
  • થેરાપી દ્વારા સેન્સન્ટ સેલ દૂર કરવાથી બાકીનું જીવન 33 ટકા વધી શકે

જીનમાં ટેલોમરસ હોય છે જે ટુંકું થાય એટલે બુઢાપો આવે છે પરંતુ આ ટેલોમરસની લંબાઇ પ્રયોગ દ્વારા વધારવામાં આવી હતી. આ સ્ટડીમાં સામેલ લોકોને 3 મહિના સુધી દર અઠવાડિયે 9 મિનિટના સેશનમાં બોલાવવામાં આવ્યા હતા. બધાને હાઇપર બેરિક ઓકસીજન રુમમાં બેસાડવામાં આવ્યા હતા.તેના પરીણામ સ્વરુપ બધાના ટેલોમરસમાં 20 ટકા જેટલો વધારો થયો હતો. 

લાંબા ટેલોમેરસ સારા સેલુલર પરફોર્મન્સ સાથે સંકળાયેલા

તેલઅવિવ યુનિવર્સિટીમાં મેડિસીન અને ફેકલ્ટી ઓફ ન્યૂરો સાયન્સના ડોકટર અને મુખ્ય સંશોધક શેયાર એફર્ટીએ જણાવ્યું કે આ શોધ માટેની પ્રેરણા તેમને બહારની દુનિયામાંથી મળી હતી. નાસા દ્વારા એક જોડિયા બાળકને અંતરીક્ષમાં મોકલામાં આવ્યું અને બીજાને પૃથ્વી પર રાખવામાં આવ્યું હતું. અમારા સંશોધન મુજબ ટેલોમેરસની લંબાઇ વધી તેના આધારે બહારના વાતાવરણમાં પરીવર્તન ઉમર વધારવા માટે જવાબદાર સેલુલરને પ્રભાવિત કરી શકે છે. લાંબા ટેલોમેરસ સારા સેલુલર પરફોર્મન્સ સાથે સંકળાયેલા છે.

ઉમર વધવાથી અલ્ઝાઇમર,પાર્કિસન્સ,કેન્સર, હ્વદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ આવે

થેરાપી દ્વારા સેન્સન્ટ સેલ દૂર કરવાથી બાકીનું જીવન 33 ટકા વધી શકે છે. સંશોધન સાથે જોડાયેલા કોઇ પણ વ્યકિતની જીવનશૈલી કે ડાયટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. દરેકને એક માસ્ક દ્વારા 100 ટકા ઓકસીજન શ્વાસ લેતા હાઇપરબેરિક રુમમાં રાખવામાં આવ્યા હતા. વૈજ્ઞાાનિકોનું માનવું હતું કે ઉમર વધવાથી અલ્ઝાઇમર,પાર્કિસન્સ,કેન્સર, હ્વદય રોગ અને ડાયાબિટીસ જેવી બીમારીઓ આવે છે. વૈજ્ઞાાનિકોએ દાવો કર્યો હતો કે જયારે બોડીમાં સેલ ફરી વાર બને ત્યારે યુવાની ઓછી થતી જાય છે. આ ટેલોમરસની ખામીના કારણે થાય છે. આ એ જ સ્ટ્રકટચર છે જેના દ્વારા ક્રોમોઝોમ્સ કેપ હોય છે. આમ ઉંમરને રોકવા માટે અને યુવાન રહેવાની દિશામાં ભવિષ્યમાં વધુને વધુ સંશોધનો પ્રયોગો થતા રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Anti Aging Israel old age ઈઝરાયલ ઉમંર ડાયાબિટીસ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ