બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સિંગલ ચાર્જમાં 320 કિમીની એવરેજ, OLAનો ધમાકો, લોન્ચ કર્યા થર્ડ જનરેશન ઈલેક્ટ્રિક મોપેડ
5 ફોટો ગેલેરી
Last Updated: 04:56 PM, 31 January 2025
1/5
OLA ઇલેક્ટ્રિકના ચેરમેને કહ્યું, "અમે જનરેશન-3 વાળા સ્કૂટર સાથે ઇલેક્ટ્રિક ટુ-વિલર ઇન્ડસ્ટ્રીને એક નવા લેવલ પર લઈ જઈ રહ્યા છીએ. જનરેશન 3 પ્લેટફોર્મ અજોડ કામગીરી, સુધારેલી કાર્યક્ષમતા પ્રદાન કરે છે અને તેણે પોતાના માટે નિર્ધારિત ધોરણોને ફરીથી વ્યાખ્યાયિત કરે છે અને ઉદ્યોગને ફરીથી બદલી નાખશે.'
2/5
OLA 3rd gen બેઝ મોડેલ S1X કુલ ત્રણ બેટરી પેકમાં આવે છે જેમાં 2 kW,3 kW અને 4 kWનો ઓપ્શન મળશે. જેમની કિંમત ક્રમશ: 79,999 રૂપિયા, 89,999 રૂપિયા અને 99,999 રૂપિયા છે. આની મોટર 7kW નો પિક પાવર જનરેટ કરે છે અને આની ટોપ સ્પીડ 123 કિમી પ્રતિ કલાક છે. આ વેરિયન્ટ માત્ર 3 સેકન્ડમાં 0 થી 40 કિમી/કલાક ની સ્પીડ પકડવામાં સક્ષમ છે. આનો સૌથી મોટો બેટરી પેક સિંગલ ચાર્જ પર 242 કિમીની રેન્જ આપવા માટે સક્ષમ છે.
3/5
OLA S1 X+ માત્ર 4 kWh બેટરી પેક સાથે આવે છે. આ સ્કૂટરની ઇલેક્ટ્રિક મોટર 11 Kwની પિક પાવર જનરેટ કરે છે. આની કિંમત 1,07, 999 રૂપિયા છે. આ સ્કૂટર માત્ર 2.7 સેકન્ડમાં 0 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આની ટોપ સ્પીડ 125 કિમી/કલાક છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 242 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપશે
4/5
OLA S1 PRO, જે અત્યાર સુધી કંપનીનું ફ્લેગશીપ મોડેલ હતું તેને કંપનીએ 3kWh અને 4 kWh બેટરી પેક સાથે રજૂ કર્યું છે. કંપનીનો દાવો છે કે આની મોટર 11 Kw ની પિક પાવર જનરેટ કરે છે અને આ સ્કૂટર માત્ર 2.7 સેકન્ડમાં 0 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 242 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપશે. આની કિંમત 1,14,999. રૂપીયા અને 1,34,999 રૂપિયા છે.
5/5
OLA 3rd gen નું સૌથી મોંઘું અને ફ્લેગશીપ મોડલ S1 Pro Plus 4kWh અને 5kWh બેટરી પેક સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. જેની કિંમત 1,54,999 રૂપિયા અને 1,69,999 રૂપિયા છે. આમાં ડયૂઅલ છે ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે ઘણાં એડવાન્સ ફિચર આપવામાં આવેલા છે. આની મોટર 13 Kw ની પિક પાવર જનરેટ કરે છે. આ સ્કૂટર માત્ર 2.1 સેકન્ડમાં 0 થી 40 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે, અને આની ટોપ સ્પીડ 141 કિમી/કલાક છે અને આ સ્કૂટર સિંગલ ચાર્જ પર 242 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ