ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ટેક અને ઓટો / okaya faast electric scooter with 200 km range launched in india

લોન્ચ / 1 ચાર્જમાં 200 KM ચાલશે નવું સ્ટાઇલિશ સ્કૂટર, માત્ર 1999માં કરી નાંખો બુક

Published By: Premal

Last Updated: 05:31 PM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય માર્કેટમાં ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલરનું વર્ચસ્વ છે અને અવાર-નવાર કોઈ પણ કંપની આ સેગમેન્ટમાં પોતાનુ ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર લોન્ચ કરે છે. આ યાદીમાં સામેલ થનારી સૌથી તાજા બ્રાન્ડ ઓકાયા ઈલેક્ટ્રીક છે, જેને ગ્રેટર નોઈડામાં થયેલા ઈવી એક્સ્પો 2021માં પોતાનુ હાઈસ્પીડ ઈ-સ્કૂટર લોન્ચ કર્યુ છે, જેનું નામ ફાસ્ટ છે.

ADVERTISEMENT

  • ઓકાયાએ ઈવી એક્સ્પો 2021માં પોતાનુ હાઈસ્પીડ ઈ-સ્કૂટર લોન્ચ કર્યુ
  • ઈ-સ્કૂટરની એક્સશોરૂમ કિંમત 90,000 રૂપિયા, આટલા રૂપિયામાં બુક કરી શકશો
  • 4.4 કિલોવોટના લિથિયમ-ફાસ્ફેટ બેટરી પેકથી ઈ-સ્કૂટર સજ્જ 

4.4 કિલોવોટનો લિથિયમ-ફાસ્ફેટ બેટરી પેક 

જેની એક્સશોરૂમ કિંમત 90,000 રૂપિયા છે અને ફક્ત 1999 રૂપિયાના ટોકન રકમની સાથે બુક કરી શકાય છે. ઓકાયા ઈલેક્ટ્રીકની સત્તાવાર વેબસાઈટ અને ડીલરશિપના માધ્યમથી ઈલેક્ટ્રીક સ્કૂટર બુક કરી શકાય છે.  ઓકાયા ફાસ્ટ કનેક્ટેડ ઈલેક્ટ્રીક સ્કૂટરની સાથે 4.4 કિલોવોટનુ લિથિયમ-ફાસ્ફેટ બેટરી પેક આપવામાં આવ્યું છે, જે એક ચાર્જમાં આ ઈ-સ્કૂટરને 150 કિમીની રેન્જ આપે છે. દાવો કરવામાં આવ્યો છે કે જો બેટરીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે તો તેને સિંગલ ચાર્જમાં 200 કિમી સુધી ચલાવી શકાય છે. ઓકાયા ફાસ્ટ ઈલેક્ટ્રીક સ્કૂટરની સાથે સંપૂર્ણ રીતે એલઈડી લાઈટ્સ, ડિજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, ડેટાઈમ રનિંગ લાઈટ્સ અને કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ જેવા ઘણાં સારા ફીચર્સ આપવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, જેની મહત્તમ ઝડપ 60-70 કિમી-કલાકની વચ્ચે છે.

ઈલેક્ટ્રીક મોટરસાઈકલ ફેરાટોની ઝલક બતાવાઈ

ઓકાયા ઈલેક્ટ્રીકે ઈવી એક્સ્પો 2021માં ઈલેક્ટ્રીક સ્કૂટર રજૂ કર્યા સિવાય આગામી સમયમાં રજૂ કરવામાં આવતી પોતાની ઈલેક્ટ્રીક મોટરસાઈકલ ફેરાટોની ઝલક પણ બતાવી છે. આ ઈલેક્ટ્રીક મોટરસાઈકલ 2022માં ભારતીય માર્કેટમાં લોન્ચ કરી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Okaya Electric Faast Okaya Faast electric scooter ઈ-સ્કૂટર Okaya Faast Electric Scooter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ