બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Official announcement by the government regarding night curfew in Gujarat
ADVERTISEMENT
ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ આગામી 4 જૂન સુધી લંબાવવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. 27 મેના દિવસે કર્ફ્યુનો સમય પુરો થઈ રહ્યો હતો. જે બાદ સરકારે કર્ફ્યુનો સમય લંબાવીને 4 જૂન કરી દીધો છે. જો કે, આ સાથે સરકારે 1 કલાકની રાહત પણ આપી છે. પહેલા ગુજરાતના 36 શહેરોમાં 8 વાગ્યાથી કર્ફ્યુ લાગી જતું હતું. જેને વધારી રાત્રીના 9થી સવારના 6 વાગ્યાનો સમય કરી દેવાયો છે. જો કે, જરૂરિયાત સિવાયના વેપાર-ધંધાઓ માટે દુકાન ખુલ્લી રાખવાનો સમય હજુ પણ 3 વાગ્યા સુધીનો જ છે.
.jpg)
ADVERTISEMENT
હવે રાત્રે 9 વાગે લાગુ પડશે કર્ફ્યૂ : CM રૂપાણીએ કરી જાહેરાત
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત ઘટાડો સામે આવી રહ્યો છે. કેસ ઓછા થવાના કારણે સરકાર પણ ધીમે ધીમે બધી છૂટછાટ આપી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ નાઈટ કર્ફ્યૂના સમયના રાહતનું એલાન કર્યું. હવેથી રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ 8 વાગ્યાના બદલે 9 વાગ્યે લાગુ પડશે. જે સવારે 6 વાગ્યા સુધી રહેશે.

ADVERTISEMENT
આ 36 શહેરોમાં છે નાઈટ કર્ફ્યૂ
અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, આણંદ, નડીયાદ, મોરબી, ગોધરા, ભુજ, ભરૂચ, દાહોદ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, અમરેલી, ડિસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી, વિસનગર, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદેપુર, વેરાવળ
ADVERTISEMENT
શું ચાલુ રહેશે ?
આ 36 શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.મુખ્યમંત્રીએ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.
ADVERTISEMENT
આ શહેરોમાં ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.
આ ૩૬ શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે. આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ પણ ચાલુ રહેશે.
ADVERTISEMENT
બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ
રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની પણ સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે.
લગ્ન માટે 50 લોકોને જ મંજૂરી, અંતિમ ક્રિયા માટે 20 લોકોને મંજૂરી
સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.