બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Officers absent for 4 months Chalali villagers put up banners

તલાટી ગુમ / 'ગ્રામ પંચાયતના તલાટી ખોવાયેલ છે' : અધિકારી 4 મહિનાથી ગેરહાજર રહેતા ચલાલીના ગામ લોકોએ લગાવ્યા બેનર

Kishor

Last Updated: 05:40 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતના તલાટી 4 મહિનાથી ગામમાં નહીં આવતા ગ્રામજનોએ તલાટી ખોવાયેલ છે તેવા બેનરો પ્રસિદ્ધ કરી વિરોધ નોંધાવ્યો હતો.

  • તલાટી ગુમ થયાના બેનર્સ લાગ્યા
  • લોકોએ ગ્રામ પંચાયતના દરવાજે જ લગાવ્યા બેનર
  • છેલ્લા 4 મહિનાથી તલાટી ગામમાં નહીં આવતા લાગ્યા બેનર્સ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતમાં તલાટી ગુમ થયાના બેનરો લાગ્યા છે. જેને પગલે ગ્રામ પંચાયત ચર્ચાના ચકડોળે ચડી છે. છેલ્લા ચાર માસથી તલાટી ગામમાં હાજર ન થતાં ગ્રામજનો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અધુરામાં પૂરું ગામમાં સરપંચની ટર્મ પણ પૂરી થઈ જતાં ગ્રામજનોની સમસ્યા સાંભળવા વાળું કોઈ જ હોય તેવો ઘાટ સર્જાયો છે. આથી રોષે ભરાયેલ ગ્રામજનોએ તલાટી ગુમ થયાના બેનરો ગ્રામ પંચાયતના દરવાજે જ ચીપકાવ્યા હતા.

4 માસથી તલાટી ઘેર હાજર, તલાટી ખોવાયેલ છે. તેવા પોસ્ટરો લાગ્યા 
કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતના સરપંચની ટર્મ પુરી થઈ જતાં વહીવટી અધિકારી તરીકે ઇન્ચાર્જ તલાટીની નિમણૂંક કરવામાં આવી હતી. ચાર્જ સંભાળ્યા બાદ છેલ્લા 4 મહિનાથી તલાટી મંત્રી ગામમાં ડોકાયા ન હોવાની ગ્રામજનો ફરીયાદ કરી રહ્યા છે. ચાર-ચાર માસ જેટલા લાંબા સમયગાળા બાદ પણ કર્મચારી ગામમાં ફરજ પર ન આવતા ગ્રામજનોમાં આક્રોષનો જ્વાળા ભભૂક્યો છે. ગામમાં નહીં આવતા તલાટીના આળસુ વહીવટથી કંટાળી ગયેલા ગ્રામજનોએ ચલાલી ગ્રામ પંચાયતમાં તલાટી ગુમ થયાના બેનર્સ પ્રસિધ્ધ કરી આકરો વિરોધ નોંધાવ્યો હતો. 4 માસથી તલાટી ઘેર હાજર, તલાટી ખોવાયેલ છે. તેવા સૂત્રો સાથેના પોસ્ટરો લગાવ્યા છે. આ ઉપરાંત સોંગ મીક્ષ કરીને વિડીયો પણ વાયરલ કર્યો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ગામમાં કોઈ તલાટી કે વહીવટી કર્મચારી ન આવતા ગ્રામજનોને પાણી સહિતની સમસ્યાઓને લઈને ભારે મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત દાખલા કઢાવવા સહિતના વહીવટી કામો પણ પેન્ડિંગ પડ્યા છે. આમ આશરે 4000 થી વધુ લોકોની વસ્તી ધરાવતા ગામમાં તલાટીની ગેરહાજરીથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ગ્રામજનોના રોજિંદા પ્રશ્નો પણ ઉકેલાતા નથી
એક બાજુ રાજ્યભરમાં ઉનાળાએ આકરો મિજાજ ધારણ કર્યો છે. આકાષમાંથી અગન વર્ષા થઇ રહી છે ત્યારે તલાટીની ગેરહાજરીના પાપે ઉનાળાના આકરા તાપ વચ્ચે ગ્રામજનોને પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ મેળવવા મોઢે ફિણ આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઉપરાંત રોજિંદા પ્રશ્નો પણ ઉકેલાતા નથી અને જવાબદાર કર્મચારી ગુલ્લી મારી કયા રાખડી રહ્યા છે તે અંગે ગ્રામજનો અજાણ છે. અહી સવાલ એ પણ ઊભો થાય છે કે ચાર માસથી કર્મચારી ચલાલી ગ્રામ પંચાયતની ચૌખટ ચડયા ન હોવા છતાં ઉપરી અધિકારીઓ પણ તેની સામે પગલાં લેવાં લાંબો ઘૂંઘટો તાણતા હોવાથી ગ્રામજનોમાં અનેક સવાલો ઊભા થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ