બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / offer these 5 things to lord hanuman and get blessings to fulfill your all wishes

માન્યતા / મંગળવાર એટલે હનુમાનજીનો વાર: આજના દિવસે દાદાને અવશ્ય અર્પણ કરો આ ચીજ, પૂરી થશે તમામ મનોકામના

Manisha Jogi

Last Updated: 08:44 AM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનુમાનજી પ્રસન્ન થાય તો ભક્તોના તમામ સંકટ દૂર કરે છે અને આરોગ્ય પ્રાપ્તિના આશીર્વાદ આપે છે. હનુમાનજીની કૃપા દ્રષ્ટી મેળવવા માંગો છો, તો આ 5 વસ્તુઓ જરૂરથી અર્પણ કરવી જોઈએ.

  • મંગળવારનો દિવસ રામભક્ત હનુમાનજીને સમર્પિત
  • હનુમાનજી પ્રસન્ન થાય તો ભક્તોના તમામ સંકટ દૂર કરે છે
  • હનુમાનજીને 5 વસ્તુઓ જરૂરથી અર્પણ કરવી જોઈએ

મંગળવારનો દિવસ રામભક્ત હનુમાનને સમર્પિત છે. કહેવામાં આવે છે કે, હનુમાનજી પ્રસન્ન થાય તો ભક્તોના તમામ સંકટ દૂર કરે છે અને આરોગ્ય પ્રાપ્તિના આશીર્વાદ આપે છે. તમે પણ હનુમાનજીની કૃપા દ્રષ્ટી મેળવવા માંગો છો, તો આ 5 વસ્તુઓ જરૂરથી અર્પણ કરવી જોઈએ. 

પાનનું બીડુ- જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણા સમયથી મનોકામના પૂર્ણ થઈ નથી અને તે પૂરી કરવા માંગો છો, તો મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં વિધિવત પૂજા કરવી. ત્યારપછી બનારસી રસીલા પાનનું બીડુ અર્પણ કરો, જેથી તમામ મનોકામના પૂર્ણ થશે. 

ઈમરતી-  જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને મંગળવારે ઈમરતીનો ભોગ લગાવવામાં આવે તો તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂરી થવાના આશીર્વાદ આપે છે. આ ઉપાય કરવાથી તમામ સંકટ દૂર થાય છે. 

નારિયેળ- જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને સિંદૂર લગાવીને નાળાછડી બાંધીને નારિયેળ ચઢાવવામાં આવે તો તમામ પ્રકારની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. 11 મંગળવાર સુધી આ ઉપાય કરવો જોઈએ. લાલ કપડામાં નારિયેળ અને રાઈ વીંટીને દરવાજા પર બાંધવામાં આવે તો તંત્ર મંત્ર સામે પણ રક્ષણ કરે છે. 

ગોળ અને ચણા- હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે, આ પ્રકારે કરવાથી મંગળદોષ દૂર થાય છે. દર મંગળવાર અને શનિવારે આ પ્રસાદ અર્પણ કરી શકાય છે, જેથી તમામ પરેશાની દૂર થાય છે. 

લવિંગ, એલચી અને સોપારી- જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે લવિંગ, એલચી અને સોપારી ચઢાવવાથી શનિદોષ દૂર થાય છે. ઉપરાંત કાચી ઘાણીના તેલ અને લવિંગ નાખીને તે દીવાથી આરતી કરવાથી નાણાંકીય લાભ થાય છે અને તમામ સંકટ દૂર થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ