બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / odisha train accident cbi inquiry ordered initial probe indicate sabotage

ઓડિશા ટ્રેન દુર્ઘટના / 'ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં થઈ હતી છેડછાડ', રેલવેની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થતા તપાસ CBIને સોંપાઇ

Malay

Last Updated: 08:28 AM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Odisha Train Accident: ઓડિશામાં ત્રણ ટ્રેનોની ટક્કર અકસ્માત હતો કે પછી તેની પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું. પ્રાથમિક તપાસમાં કેટલાક એવા તથ્યો સામે આવ્યા છે, જે ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે.

 

  • બાલાસોર ટ્રેન દુર્ઘટના અંગે મોટો ખુલાસો
  • ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે થઈ હતી છેડછાડ?
  • CBI સવાલોના જવાબો શોધી કાઢશે

ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચેના અકસ્માતની પાછળ શું કોઈ મોટું ષડયંત્ર હતું? શું કોઈએ જાણી જોઈને ટ્રેક સાથે છેડછાડ કરી જેના કારણે 275 નિર્દોષોના જીવ ગયા? આ સવાલ હવે વધુ ગંભીર બન્યો છે. આ મામલે તાજેતરમાં જે ખુલાસો થયો છે, તે આ દિશામાં ઈશારો કરી રહ્યો છે. રેલવેની પ્રાથમિક તપાસમાં આ અંગેના પુરાવા મળ્યા છે કે ટ્રેકની ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હતી. જેના કારણે રેલવેએ ટ્રેન દુર્ઘટનાની તપાસ CBI પાસે કરાવવાનો નિર્ણય લીધો છે.  

રેલવેની તપાસમાં મળ્યા પુરાવા
રેલવેના અધિકારીઓનું કહેવું છે કે, બાલાસોર ટ્રેન દુર્ઘટનાની પાછળ ઈન્ટરલોકિંગ સિસ્ટમમાં છેડછાડની સંભાવનાને નકારી શકાય તેમ નથી. તેમના જણાવ્યા અનુસાર, રેલવેની પ્રાથમિક તપાસમાં આ વાતના પુરાવા મળ્યા છે કે આમાં જાણી જોઈને છેડછાડ કરવામાં આવી હોઈ શકે છે અને તેથી એવું લાગ્યું કે તેની તપાસ કોઈ તપાસ જાણકાર એજન્સી પાસે કરાવવામાં આવે. 

ખૂબ સુરક્ષિત હોય છે ઇન્ટરલોકિંગ સિસ્ટમ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રેલવેની ઇન્ટરલોકિંગ સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત હોય છે. તેમનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યાં સુધી ઇરાદાપૂર્વક કોઈ છેડછાડ ન કરે ત્યાં સુધી ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ફેરફાર કરી શકાતો નથી. 

આ કારણે કરાવાઈ રહી છે CBIની તપાસ
રેલવે અધિકારીઓના આ ખુલાસાથી ફરી એકવાર આ સવાલ ઉઠી રહ્યો છે કે બાલાસોરની દુર્ઘટના કોઈ અકસ્માત નહીં પણ કાવતરું હોઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, દુર્ઘટનાની તપાસમાં આ પાસાની પણ મહત્ત્વપૂર્ણ રીતે તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં માનવ હસ્તક્ષેપ પાછળનો હેતુ જાણવા માટે CBIની તપાસ કરાવવામાં આવી રહી છે. 

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત
નોંધનીય છે કે, શુક્રવારે (02 જૂન) બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનને સાંકળતી આ ભયાનક દુર્ઘટના લગભગ સાંજે 7 વાગ્યે થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 275 લોકોના મોત થયા હતા અને 1,100થી વધુ ઘાયલ થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ