બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:48 AM, 24 July 2025
US H1B Visa: જે લોકો અમેરિકાના H1B વિઝા ધરાવે છે તેમને 60 દિવસનો ગ્રેસિંગ સમય મળે છે. આ 60 દિવસોની અંદર તેમણે USCIS તરફથી NTA મેળવવું જરૂરી હોય છે. જે H1B વિઝા ધારકોનો આ 60 દિવસનો પીરીયડ પૂરો થઇ ગયો છે તેમના સામે દેશનિકાલની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
ADVERTISEMENT
અમેરિકામાં H-1B વિઝાના આધારે નોકરી મળી હોય છે. પણ જે લોકોને નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યા હોય કે પછી જેમણે વિઝાની સ્થિતિ બદલવાની હોય તે લોકોને આ વિઝા બદલવા માટે 60 દિવસનો સમય આપવામાં આવે છે. આ 60 દિવસોને Grace Period કહેવામાં આવે છે. H1B પર અમેરિકામાં કામ કરનારા લોકો માટે આ સમય ખુબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. એક બાજુ જ્યાં આ 60 દિવસોની અંદર તેમણે વિઝા રીન્યુઅલથી માંડીને નવી નોકરી શોધવાની હોય છે તો બીજી બાજુ યુએસ સિટીઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ (USCIS) આ સમયની અંદર નોટિસ ટુ અપીયર (NTA) મોકલવાનું શરુ કરી દે છે. એક રીસર્ચ રીપોર્ટ અનુસાર અમેરિકામાં સૌથી વધુ H-1B વિઝા ભારતીયો ધરાવે છે. વર્ષ 2023માં H-1B વિઝા લેવામાં કુલ સંખ્યાના 3/4 એટલે કે આશરે 73% વિદેશીઓ ભારતીયો હતા, બીજા નંબરે 12% સાથે ચીન હતું.

ADVERTISEMENT
આ NTA દેશનિકાલની (Deportation Proceedings) કાર્યવાહીનો પ્રથમ તબક્કો છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કરવામાં આવે છે. પરંતુ હવે આ નોટિસ એવા લોકોને પણ મળી રહી છે જેમની પાસે સમયસર ફાઇલ કરાયેલી વિઝા સ્ટેટસ ચેન્જ અરજીઓ પેન્ડિંગ છે.
શું છે NTA?
ADVERTISEMENT
NTA એટલે કે Notice to Appear એક કાનૂની ડોક્યુમેન્ટ છે. આ નોટિસ અદાલતમાં હાજર રહેવા માટે મોકલવામાં આવે છે. આ નોટિસ એ દર્શાવે છે કે તે વ્યક્તિ પર દેશનિકાલની કાર્યવાહી શરુ થઇ ગઈ છે. આ અંતર્ગત ગેરકાયદેર રીતે રહેતા લોકો સામે (Unlawful Presence) કાર્યવાહી શરુ કરી દેવાઈ છે. વિઝાની અવધિ વધારવા માટે કે પછી ગ્રીન કાર્ડ મેળવવા માટે તેમને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત આવા લોકોને ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. આ પ્રતિબંધ 3 વર્ષથી લઈને 10 વર્ષ સુધીનો પણ હોઈ શકે છે.
USCIS ની ગાઇડલાઈન્સ શું કહે છે?
ADVERTISEMENT
USCIS દ્વારા વર્ષ 2025 માં બહાર પાડવામાં આવેલા નિર્દેશો અનુસાર (Change of Status) એટલે કે સ્ટેટ્સ કે સ્થિતિ બદલવા માટે અરજી આ 60 દિવસના ગ્રેસ પીરિયડમાં કરી શકાય છે. જો આ સમય મર્યાદામાં અરજી પેન્ડિંગ હોય તો તે વ્યક્તિને અધિકૃત સ્ટેમાં (Authorized Stay) માનવામાં આવે છે. જ્યાં સુધી તેની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેને NTA મોકલી શકાય નહિ. જોકે ઇમિગ્રેશન એક્સપર્ટ કહી રહ્યા છે કે USCIS હવે આ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યું નથી અને સમયસર અરજી કરનારાઓને પણ NTA મોકલી રહ્યું છે.
આ વલણ કાયદાની વિરુદ્ધ- એક્સપર્ટ
ADVERTISEMENT
એક કાયદા નિષ્ણાતના જણાવ્યા અનુસાર ઘણા H-1B વિઝા ધારકો એવા સમયે NTA મેળવી રહ્યા છે જ્યારે તેમની I-539 (સ્થિતિ બદલવા માટેની અરજી) પેન્ડિંગ છે. તો અન્ય એક વકીલે જણાવ્યું હતું કે જો વ્યક્તિએ સમયસર અને યોગ્ય ફોર્મમાં અરજી કરી હોય તો તેને ગેરકાયદેસર રીતે રહેતો ગણી શકાય નહિ. આમ છતાં,USCIS દર અઠવાડિયે લગભગ 1840 NTA ઇસ્યુ કરી રહ્યું છે જેમાંથી ઘણા નીતિઓનું ઉલ્લંઘન કરીને પણ મોકલવામાં આવી રહ્યા છે.
વધુ વાંચો: ચહેરા પર ફ્રેક્ચર, આંખોને ગંભીર ઇજા, હવે ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય વિદ્યાર્થીઓ અસુરક્ષિત!
ADVERTISEMENT

અમેરિકામાં H-1B વિઝાના નિયમ
તાજેતરમાં જ યુએસ સરકાર H-1B વિઝા આપવાની પ્રક્રિયામાં ઘણા જરૂરી ફેરફારો કરવા જઈ રહી છે. આ સંદર્ભમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ એક ખાસ સિલેકશન પ્રોસેસને અનુસરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આમાં લોટરી સિસ્ટમને બદલે એવા અરજદારોને તક આપવામાં આવશે જેમની પ્રોફાઇલ વધુ સ્ટ્રોંગ અને સારી છે. અમેરિકામાં સૌથી વધુ H-1B વિઝા ધારકો ભારતીયો છે. આ કારણે જ નવા ફેરફારથી ભારતીયો પર સૌથી વધુ અસર પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.