ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / ચહેરા પર ફ્રેક્ચર, આંખોને ગંભીર ઇજા, હવે ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય વિદ્યાર્થીઓ અસુરક્ષિત!

NRI / ચહેરા પર ફ્રેક્ચર, આંખોને ગંભીર ઇજા, હવે ઓસ્ટ્રેલિયામાં પણ ભારતીય વિદ્યાર્થીઓ અસુરક્ષિત!

Published By: Vidhata Gothi

Last Updated: 03:22 PM, 23 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં ભારતીયો પર હુમલાના અહેવાલો અવારનવાર સામે આવતા રહે છે. હવે ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. પાર્કિંગને લઈને શરૂ થયેલો વિવાદ હેટ ક્રાઈમમાં ફેરવાઈ ગયો.

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયો હોવાની ખબરો સામે આવી છે. સેન્ટ્રલ એડિલેડમાં કથિત જાતિવાદી હુમલા બાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ થઈ છે. ભારતીય વિદ્યાર્થી પર થયેલા હુમલાની હવે નિંદા થઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વધુ સારી સુરક્ષાની માંગ ફરી ઉઠવા લાગી છે.

એક અહેવાલ મુજબ, પીડિત વિદ્યાર્થી, 23 વર્ષીય ચરણપ્રીત સિંહ, શનિવાર, 19 જુલાઈના રોજ શહેરના લાઇટ શો જોવા માટે તેની પત્ની સાથે ગયો હતો. તે દરમિયાન, રાત્રે 9.22 વાગ્યે કિંટોર એવન્યુ પાસે હુમલો થયો. આ દંપતીએ તેમની કાર પાર્ક કરી જ હતી કે પાંચ માણસોના એક ગ્રુપે તેમને ઘેરી લીધા.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે હુમલાખોરો બીજી કારમાં આવ્યા અને કોઈપણ ઉશ્કેરણી વિના વિદ્યાર્થી પર હુમલો કરી દીધો. ચરણપ્રીત સિંહ પર તીક્ષ્ણ વસ્તુઓથી હુમલો કરવામાં આવ્યો. હુમલાના વીડિયો ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં હુમલાખોરો 'ભાડ મેં જાઓ, ઇન્ડિયન' જેવી વંશીય ગાળો બોલતા દેખાઈ રહ્યા છે. ચરણપ્રીત સિંહ હુમલાથી બચીને ભાગવાનો પ્રયાસ કરે છે અને હુમલાખોરો તેને લાતો અને મુક્કા મારતા દેખાઈ રહ્યા છે.

ભારતીય વિદ્યાર્થીને માથામાં ઇજા, ચહેરા પર ફ્રેક્ચર

અહેવાલ મુજબ, ચરણપ્રીત સિંહને માથામાં ઇજા થઈ છે અને ચહેરા પર અનેક ફ્રેક્ચર થયા છે. તે રસ્તા પર બેભાન થઈને પડી ગયો હતો. ચરણપ્રીત સિંહે કહ્યું કે આ ઘટના પાર્કિંગના વિવાદથી શરૂ થઈ હતી, પરંતુ તે ટૂંક સમયમાં જ હેટ ક્રાઇમમાં ફેરવાઈ ગઈ. તેણે કહ્યું, 'તેઓએ કહ્યું કે તમે ભારતીયો, ભાડમાં જાઓ. અને તે પછી તેઓએ મુક્કા મારવાનું શરૂ કરી દીધું.'

Vtv App Promotion

પોલીસે હુમલાના એક દિવસ પછી એનફિલ્ડથી હુમલામાં સામેલ એક 20 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી. જોકે, બાકીના હુમલાખોરો હજુ પણ ફરાર છે. પોલીસે આરોપીઓને શોધવામાં મદદ માટે જનતાને અપીલ કરી છે. ઘટના સ્થળના સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: બદલાઇ ગયા વિઝાને લગતા નિયમો, જાણો ભારતીયોને શું અસર થશે?

ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયમાં ગુસ્સો

આ હુમલાથી એડિલેડના ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો છે અને ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઇમિગ્રન્ટ્સની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો ચરણપ્રીત સિંહના સમર્થનમાં બહાર આવ્યા છે અને ઘણા લોકોએ વંશીય હિંસા રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે.

અહેવાલ મુજબ, દક્ષિણ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી પીટર માલિનૌસ્કસે આ હુમલાની નિંદા કરી અને તેને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યું. માલિનૌસ્કસે કહ્યું, 'વંશીય હિંસા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને આપણા સમાજના લોકો તેની વિરુદ્ધ છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Student Attacked in Australia Hate Crime NRI News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ