ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / US કે કેનેડા નહીં, આ દેશે લોન્ચ કર્યા 2 નવા જ વિઝા, ભારતીયો ફાવી જશે!

NRI ન્યૂઝ / US કે કેનેડા નહીં, આ દેશે લોન્ચ કર્યા 2 નવા જ વિઝા, ભારતીયો ફાવી જશે!

Published By: Priyankka Triveddi

Last Updated: 10:34 AM, 9 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NRI News: શું તમે પણ ફોરેન કન્ટ્રીમાં જવા માંગો છો? તો તમારા માટે એક સારા સમાચાર છે કે આ દેશે 1 નહીં પરંતુ 2 નવા વિઝા લોન્ચ કર્યા છે.

ADVERTISEMENT

New Zealand Visa: ફોરેન જવું એ ઘણા ભારતીયોનું સપનું હોય છે પણ US કે કેનેડા સિવાય પણ જો તમે કોઈ સુંદર દેશમાં જઈને કામ કરવા વસવાટ કરવા માંગતા હોવ તો તમારે માટે કે સારી તક છે. ન્યુઝીલેન્ડ સરકારે 2 વિઝા નવા લોન્ચ કર્યા છે જેનો લાભ ભારતીયો લઈ શકે છે.

ન્યુઝીલેન્ડમાં સીઝનલ કામદારોની વધી ડિમાન્ડ

ન્યુઝીલેન્ડ સરકારે સીઝનલ કામદારોની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મોટું પગલું લીધું છે. ઈમિગ્રેશન ન્યુઝીલેન્ડે માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર વર્ક વિઝા (AEWV) ફ્રેમવર્ક હેઠળ બે નવી વિઝા કેટેગરી—ગ્લોબલ વર્કફોર્સ સીઝનલ વિઝા (GWSV) અને પીક સીઝનલ વિઝા (PSV)—શરૂ કરી છે. આ માટેની અરજી પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. દેશની બાગાયત, કૃષિ, પર્યટન અને આતિથ્ય જેવા સેક્ટરોમાં દરેક વર્ષે મોટી સંખ્યામાં સીઝનલ મજૂરીની જરૂર રહે છે. નવા વિઝા દ્વારા કંપનીઓને યોગ્ય કામદારો ઝડપથી મળી રહે અને વ્યવસાયને સમયસર સપોર્ટ મળી રહે એ સરકારનો મુખ્ય ઉદ્દેશ છે.

New-Zealand

GWSV: લાંબા ગાળાના સીઝનલ કામદારો માટેની નવી તક

ગ્લોબલ વર્કફોર્સ સીઝનલ વિઝા એવા ઉદ્યોગો માટે ખાસ બનાવવામાં આવ્યો છે, જેમને દર વર્ષે લાંબા ગાળાનો સીઝનલ સ્ટાફ જોઈએ. આ વિઝા હેઠળ ભરતી પ્રોસેસ અને શરતો બંને સરળ બનાવવામાં આવ્યા છે. સૌથી મોટો લાભ એ છે કે કંપનીઓને સ્થાનિક જાહેરાત અથવા લેબર માર્કેટ ટેસ્ટ કરવાની જરૂર રહેશે નહીં. તે સીધા વિદેશમાંથી કામદારોને રાખી શકશે. પરંતુ અરજદારો માટે કેટલીક શરતો ફરજિયાત છે: છેલ્લા છ વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનું સીઝનલ કામનો અનુભવ હોવો જોઈએ, અને વિઝાધારકને દર વર્ષે ત્રણ મહિના ન્યુઝીલેન્ડની બહાર રહેવું પડશે. આ વિઝા ત્રણ વર્ષ માટે માન્ય રહેશે અને અરજદારોને આરોગ્ય તથા ચારિત્ર્ય સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. ખાસ વાત એ છે કે અંગ્રેજી ભાષા પરીક્ષણની જરૂર નહીં પડે.

jobs

PSV: વધુ કડક શરતો સાથેનું ટૂંકા ગાળાનું વિઝા

પીક સીઝનલ વિઝા એવી કંપનીઓ માટે છે જેઓ ઊંચી માંગવાળા સિઝનમાં ટૂંકા સમય માટે વધુ કામદારોની જરૂર હોય છે. આ વિઝા માટે કંપનીઓએ સાબિત કરવું પડશે કે તેમણે સ્થાનિક સ્તરે નોકરી માટે જાહેરાત કરી હતી, એટલે કે લેબર માર્કેટ ટેસ્ટ ફરજિયાત છે. PSV માટે અરજદારો પાસે છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા એક સીઝનનો અનુભવ હોવો જરૂરી છે. આ વિઝા માત્ર સાત મહિના સુધી માન્ય રહેશે, તેથી તે સિઝનલ કામ માટે સંપૂર્ણ યોગ્ય છે. જો નોકરી ત્રણ મહિનાથી વધારે સમયની હોય, તો કામદારોને આરોગ્ય વીમો રાખવો પડશે. આ વિઝા માટે પણ કોઈ અંગ્રેજી પરીક્ષા ફરજિયાત નથી.

આ પણ વાંચો: ભારતીયો માટે માઠા સમાચાર, ટ્રમ્પ સરકારે લાગુ પાડી દીધો આ કડક નિયમ, પડશે મોટો ફટકો

vtv app promotion

AEWV હેઠળ મળતી નોકરીઓની વિવિધતા

AEWV હેઠળ ઘણા પ્રકારની સીઝનલ નોકરીઓ ઉપલબ્ધ છે, જેમાં મસલ/ઓઇસ્ટર ફાર્મ વર્કર્સ, વાછરડા ઉછેરનારા, રીલીફ મિલ્કર્સ, વન ઉદ્યોગના કામદારો, માંસ તેમજ સીફૂડ પ્રોસેસર્સ, વાઇનરી સેલર હેન્ડલર્સ અને ઊન હેન્ડલર્સનો સમાવેશ થાય છે. આ તમામ નોકરીઓ માટે ઉમેદવારોને ન્યુઝીલેન્ડ ઈમિગ્રેશનની સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરવી પડે છે. સીઝનલ કામદારોને આ નવા વિઝા સાથે વધુ સુવિધા, સરળતા અને સલામત કામગીરી પ્રાપ્ત થશે એવી સરકારની આશા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Zealand Seasonal Workers NewZealand Visa Immigration New Zealand

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ