ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / ડલાસમાં 4 સભ્યોનો પરિવાર, તો ન્યૂયોર્કમાં બે ભારતીય વિદ્યાર્થીઓના અકસ્માતમાં દર્દભર્યા મોત

દુખદ / ડલાસમાં 4 સભ્યોનો પરિવાર, તો ન્યૂયોર્કમાં બે ભારતીય વિદ્યાર્થીઓના અકસ્માતમાં દર્દભર્યા મોત

Published By: Priyankka Triveddi

Last Updated: 01:18 PM, 8 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં બે અલગ અલગ રોડ એક્સિડન્ટમાં કુલ 6 ભારતીય મૂળના લોકોના મોત થયા છે. જેમાં 2 સ્ટુડન્ટનો પણ સમાવેશ થાય છે.

ADVERTISEMENT

Road Accident in Dallas: અમેરિકામાં રોડ એક્સિડન્ટમાં ભારતીય મૂળના 6 લોકોના દુઃખદ મોત થયા છે. ડલ્લાસમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના ચાર સભ્યોના મોત થયા છે. ન્યૂયોર્કમાં એક અકસ્માતમાં ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.

અમેરિકામાં બનેલા બે રોડ એક્સિડન્ટમાંથી પહેલી ઘટના ડલાસમાં બની હતી. જ્યાં ટ્રક સાથે અથડાયા બાદ કારમાં આગ લાગવાથી હૈદરાબાદના એક પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. બીજી ઘટના ન્યૂ યોર્કમાં બની હતી જેમાં ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.

અમેરિકા રજા ગાળવા ગયેલો પરિવાર

હૈદરાબાદના વેંકટ, તેજસ્વિની અને તેમના બે બાળકો એટલાન્ટામાં તેમના સંબંધીઓ પાસેથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમનું દુઃખદ મૃત્યુ થયું. અમેરિકામાં રજાઓ ગાળવા ગયેલા આ પરિવારની કારને એક ટ્રકે ટક્કર મારી. ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં તરત જ આગ લાગી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના ચારેય સભ્યોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પરિવારના પરિચિતો અને ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર મૃતદેહોને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે અને અંતિમ સંસ્કાર હૈદરાબાદમાં કરવામાં આવશે.

hyderaabd-family

ન્યૂયોર્કમાં બે ઇંડિયન સ્ટુડન્ટ

ન્યૂ યોર્કના પૂર્વ કોકાલિકો ટાઉનશીપમાં વધુ એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. ભારતીય કોન્સ્યુલેટે મંગળવારે આ માહિતી આપી હતી. વિદ્યાર્થીઓની ઓળખ 20 વર્ષીય માનવ પટેલ અને 23 વર્ષીય સૌરવ પ્રભાકર તરીકે થઈ છે. બંને વિદ્યાર્થીઓ ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા.

લેન્કેસ્ટર કાઉન્ટી કોરોનર ઓફિસના જણાવ્યા અનુસાર સૌરવ પ્રભાકર કાર ચલાવી રહ્યા હતા. અકસ્માત સમયે કાર રસ્તા પરથી સરકી ગઈ એક ઝાડ સાથે અથડાઈ અને પછી પુલ સાથે અથડાઈ. બંને વિદ્યાર્થીઓનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. કારની આગળની સીટ પર બેઠેલા અન્ય એક મુસાફરને ઈજા થઈ હતી અને તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વધુ વાંચો: આ દેશે ભારતીયોને આપ્યા ખુશખબર, ગોલ્ડન વિઝાના નિયમો કર્યા સરળ, જાણો શું છે ખાસ ?

Vtv App Promotion 2

ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત કર્યો

ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટે ટ્વિટર પર લખ્યું, "ક્લીવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીના બે ભારતીય વિદ્યાર્થીઓ, માનવ પટેલ અને સૌરવ પ્રભાકરના દુ:ખદ મૃત્યુ વિશે જાણીને ખૂબ દુઃખ થયું." દૂતાવાસે પીડિતોના પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી પણ આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Students Road Accident in Dallas Hyderabadi Family

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ