બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / શેખ હસીના જેવા થશે હાલ, નવા પીએમ તરીકે રહેમાન ઉપર કેમ ભડક્યા મોહમ્મદ યુનુસના સમર્થક?

વિશ્વ / શેખ હસીના જેવા થશે હાલ, નવા પીએમ તરીકે રહેમાન ઉપર કેમ ભડક્યા મોહમ્મદ યુનુસના સમર્થક?

Nirav Kumar

Last Updated: 07:51 PM, 20 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશમાં તારિક રહેમાનના પ્રધાનમંત્રી બન્યા હોવાના હજુ થોડા જ દિવસ થયા છે ત્યાં મોહમ્મદ યુનુસના સમર્થકોએ તેમના પર આરોપો લગાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં તેમને શેખ હસીનાની આવામી લીગ પાર્ટીના કાર્યાલયો ફરીથી ખુલતા ભારે વિરોધ નોંધાવ્યો છે.

બાંગ્લાદેશમાં ચૂંટણીઓ બાદ પ્રધાનમંત્રી તારિક રહેમાને પદભાર સંભાળ્યાને માંડ ત્રણ દિવસ થયા છે અને મોહમ્મદ યુનુસના સમર્થકોએ તેમના પર આરોપો લગાવવાનું શરૂ કરી દીધું છે. યુનુસના સમર્થક નાહિદ ઇસ્લામ જેમને વચગાળાની સરકારમાં મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી તેમને તારિક રહેમાન પર શેખ હસીનાની પાર્ટી અવામી લીગ અને ભારત સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે. કેમ કે, પ્રધાનમંત્રી બન્યા બાદ તારિક રહેમાને ભારત સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા છે. આ સિવાય બાંગ્લાદેશમાં અનેક સ્થળોએ અવામી લીગના કાર્યાલયો ફરી ખુલ્યા છે જે મોહમ્મદ યુનુસના સમર્થકોને પસંદ નથી આવ્યું.

ઉલ્લેખનીય છે કે, નાહિદ ઇસ્લામ નેશનલ સિટીઝન્સ પાર્ટીના કન્વીનર છે. તેમની પાર્ટીએ જુલાઈ 2024 માં શેખ હસીના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી પાડવા અને વચગાળાની સરકાર સ્થાપિત કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે ભારત સામે મજબૂત એજન્ડા અપનાવ્યો અને લઘુમતીઓ પર હુમલા પણ સામાન્ય બની ગયા હતા. મોહમ્મદ યુનુસે ખુલ્લેઆમ પાકિસ્તાન સાથે પોતાની નિકટતા વધારી અને ભારતની ટીકા કરી હતી.

vtv app promotion

હવે તારિક રહેમાન પ્રધાનમંત્રી બન્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જેના કારણે યુનુસના સમર્થકોમાં ખલબલી મચી છે. આથી નાહિદ ઇસ્લામે જણાવ્યું હતું કે ભારત અને આવામી લીગ અને બીએનપી આ ચૂંટણીમાં મળેલા હતા. તેમને કહ્યું કે જો બીએનપી આવામી લીગના રાજકારણને રિવાઇવ કરવાનો પ્રયાસ કરશે તો તેને પણ વિરોધનો સામનો કરવો પડશે. નાહિદ ઇસ્લામે પૂછ્યું કે દેશમાં આવામી લીગના કાર્યાલયો કેવી રીતે ફરી ખુલી રહ્યા છે? સરકારે આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ.

જેમાં તેમને જણાવ્યું હતું કે, સરકારે તાત્કાલિક દરેક આવામી લીગ કાર્યાલયો બંધ કરવા જોઈએ. જો આ કામ કરવામાં નહીં આવે તો તેમનો પક્ષ જરૂરી પગલાં લેશે. તેમને શેખ હસીનાને ફાશીવાદી ગણાવ્યા અને કહ્યું કે તેમને બાંગ્લાદેશમાં ફરી ક્યારેય પગ જમાવવાનો મોકો નહીં રહે.

વધુ વાંચો : બાંગ્લાદેશની તારીક રહમાન સરકારનો મોટો નિર્ણય, ભારત સાથેની વિઝા સેવાઓ ચાલુ કરી

મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દરમિયાન ભારત સાથે બાંગ્લાદેશના સંબંધો વધારે બગડ્યા હતા. પરંતુ બાંગ્લાદેશના નવા સ્પોર્ટ્સ મિનિસ્ટરે હવે બીસીસીઆઈ સાથે સંબંધો સુધારવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશમાં અંગ્રેજી ભાષાની ન્યૂઝ વેબસાઇટ પ્રથમ આલો અનુસાર બીએનપી દ્વારા સત્તા સંભાળ્યા બાદ અનેક જિલ્લાઓમાં આવામી લીગના કાર્યાલયો ખોલવામાં આવ્યા છે. મોહમ્મદ યુનુસની સરકાર દ્વારા આવામી લીગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આથી પાર્ટી આ ચૂંટણી લડી શકી ન હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tariq Rahman Nahid Islam Sheikh Hasina
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ