બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / now people can authenticate by face RD and used in various places

તમારા કામનું / AADHAR CARD માં નવી સુવિધા: ચહેરાથી કરી શકશો આ કામ, જાણો શું થશે ફાયદો

MayurN

Last Updated: 02:12 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર કાર્ડમાં હવે ફેસ ઓથેન્ટિકેશન ફીચર્સ પણ આવી રહ્યું છે. આધાર ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશન ઓટીપી વિના પણ કામ કરે છે.

  • આધાર કાર્ડમાં હવે ફેસ ઓથેન્ટિકેશન પણ થઇ શકશે
  • પહેલા બાયોમેટ્રિક અને આઈરીસ ડેટાથી થતું ફીઝીકલ ઓથેન્ટિકેશન
  • ઘણા સરકારી અને બીજા કામના ઓથેન્ટિકેશનમાં થશે મદદરૂપ

ભારતમાં રહેતા દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને આધાર નંબર જેવી વિગતો છે. આધાર કાર્ડ પર તમારો બાયોમેટ્રિક અને આઈરીસ ડેટા પણ ઉપલબ્ધ છે.

Aadhaar FaceRD લોન્ચ
આધાર કાર્ડ ધારકો હવે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તેમની ઓળખની પુષ્ટિ કરી શકે છે. આ માટે UIDAIએ એક એપ લોન્ચ કરી છે. તેને Aadhaar FaceRD નામ આપવામાં આવ્યું છે. યુઆઈડીએઆઈ દ્વારા આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી ઈન-હાઉસ વિકસાવવામાં આવી છે. Aadhaar FaceRD એપ્લિકેશન ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધાર ઓથેન્ટિકેશન માટે વ્યક્તિનો ચહેરો કેપ્ચર કરે છે.

 

ઘણા કામોની મદદમાં લેવાશે
ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ આધાર સાથે સંબંધિત વિવિધ એપ્લિકેશન્સ જેમ કે જન્મ દાખલો, રાશન વિતરણ, કોવિન-રસીકરણ એપ્લિકેશન, ખેડૂત કલ્યાણ યોજનાઓ માટે કરી શકાય છે. ફેસ ઓથેન્ટિકેશન ફીચર ઓટીપી વગર કામ કરે છે. યુઆઈડીએઆઈના જણાવ્યા અનુસાર આધાર ધારકોની ઓળખ, જેમાં તેમનો આધાર નંબર અને કોઈપણ જનસાંખ્યિક અથવા બાયોમેટ્રિક ડેટાનો સમાવેશ થાય છે, તેને ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને સેન્ટ્રલ આઇડેન્ટિટી ડેટા રિપોઝિટરીમાં સ્ટોર કરી શકાય છે.

કોઈ પણ જગ્યાએથી થશે ફિઝિકલ આઇડેન્ટિફિકેશન
આધાર ફેસઆરડી એપને લોન્ચ કર્યા બાદ હવે આધાર ધારકોએ સ્થાનિક આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઇને આઇરિસ અને ફિંગરપ્રિન્ટ સ્કેનનો ઉપયોગ કરીને ફિઝિકલ આઇડેન્ટિફિકેશન કરવાની જરૂર નથી. કારણ કે આ એપની મદદથી આધાર ઓથેન્ટિકેશન ગમે ત્યાંથી અને ગમે ત્યારે કરી શકાય છે.

આ રીતે એપ્લિકેશનથી પ્રમાણિત કરો
આધાર ફેસ આરડી એપ્લિકેશન સાથે આધારને પ્રમાણિત કરવું એકદમ સરળ છે. આ માટે તમારે તમારા ફોનમાં એપ ઈન્સ્ટોલ કરવી પડશે. આ એપથી આધાર ઓથેન્ટિકેશન માટે એ જરૂરી છે કે બેકગ્રાઉન્ડ ક્લિયર હોય.

સ્ટેપ :-
- ગૂગલ પ્લે સ્ટોર એપ્લિકેશન પર જાઓ અને Aadhaar FaceRD શોધો.
- એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
- હવે એપ્લિકેશન ખોલો.
- ઓન-સ્ક્રીન ફેસ ઓથેન્ટિકેશન ગાઇડને અનુસરો અને 'Proceed’ પર ક્લિક કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Biometrics security UIDAI Unique Identification Authority of India aadhar card face RD tamara kamnu tamara kamnu
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ