ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / Now NRIs can issue visa from foriegn counties also

રાહત / NRIs માટે ગુડ ન્યૂઝ, પાસપોર્ટને લઇને નવી સેવા શરૂ

Published By: Parth

Last Updated: 08:18 PM, 21 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં રહેતાં ભારતીયો માટે એક રાહતનાં સમાચાર છે. હવે સીધા વિદેશથી જ ભારતના પાસપોર્ટ માટે અરજી કરી શકાશે. જેનાં માટે 42 ભારતીય મિશન અને પોસ્ટમાં પાસપોર્ટ જારી કરવાની સિસ્ટમને પાસપોર્ટ સર્વિસ પ્રોજેક્ટ (પીએસપી) સાથે જોડવામાં આવશે.

ADVERTISEMENT

  • વિદેશ મંત્રાલયે આપી જાણકારી 
  • વિવિધ દેશોથી થશે સીધી અરજીઓ 
  • 16 દેશો ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝામુક્ત પ્રવેશ આપે છે

રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરને જણાવ્યું છે કે જે દેશોમાંથી સીધી જ ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી શકાશે

હવે વિદેશમાંથી પણ ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી શકાશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 42 ભારતીય મિશન અને પોસ્ટમાં પાસપોર્ટ જારી કરવાની સિસ્ટમને પાસપોર્ટ સર્વિસ પ્રોજેક્ટ (પીએસપી) સાથે જોડવામાં આવી છે કે જેથી લોકો વિદેશથી સીધા પાસપોર્ટ માટે અરજી કરી શકશે.

લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી.મુરલીધરને જણાવ્યું છે કે જે દેશોમાંથી સીધી જ ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી શકાશે તેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ફ્રાંસ, ઇટાલી, કુવૈત, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, સંયુક્ત આરબ અમિરાત, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. 

 38  દેશો ઓન એરાઇવલ વિઝા ઇશ્યૂ કરે છે

તેમણે એક અન્ય પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે16 દેશ ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝામુક્ત પ્રવેશ આપે છે અને 38  દેશો ઓન એરાઇવલ વિઝા ઇશ્યૂ કરે છે, જ્યારે 35 દેશો ભારતીય પાસપોર્ટધારકોને ઇ-વિઝા સુવિધા પણ ઉપલબ્ધ કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

NRI Passport Application visa પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ Good News!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ