- પાનકાર્ડ બનશે ઓનલાઇન
- 10 મિનીટમાં મળી જશે આધારકાર્ડ
- ભારતમાં પાનકાર્ડ ખુબ જરૂરી દસ્તાવેજ
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવો હોય કે બેઁક સાથે જોડાયેલુ કોઇ કામ કરવું હોય તો પાન કાર્ડ જરૂરી છે, તેના વગર તમને કોઇ સેવાનો લાભ નહી મળે. તેવામાં પાન કાર્ડ બનાવવા માટે હંમેશા પરેશાન નજર આવે છે. તેને ફ્કત 10 જ મિનીટમાં ઘરે બેસીને કેવી રીતે તૈયાર કરી શકો છો તે જણાવીશું.
- સૌથી પહેલા તમારે ઇન્કમટેક્સના ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જવું પડશે.
- ત્યાર બાદ Instant PAN through Aadhaarસેક્શનમાં Quick Links પર જવું પડશે.
- જે બાદ નવું પેજ ખુલશે અને તેમાં Get New PAN પર ક્લિક કરવું પડશે.
- તે બાદ નવા પાન કાર્ડ માટે આધાર નંબર નાખવો પડશે અને બાદમાં Captcha કોડ નાંખીને આધારથી લિંક્ડ મોબાઇલ નંબર પર ઓટીપી જનરેટ કરવો પડશે.
- મોબાઇલમાં ઓટીપી આવ્યો તેને એડ કરવાનો રહેશે
- તે બાદ ઇમેઇલ વેરિફાઇ કરવો પડશે
- આધાર નંબર બાદ ઇ-કેવાયસી ડેટાને UIDAI સાથે એડ કરીને તમને ઇન્સટન્ટ પાન કાર્ડ મળશે
- જે બાદ તમારે પાન કાર્ડને PDF ફોરમેટમાં ડાઉનલોડ કરવાની રહેશે.
- આ સમગ્ર પ્રક્રિયામાં કોઇ પણ દસ્તાવેજની જરૂર નથી
- તમે ઇચ્છો તો 50 રૂપિયામાં પેન કાર્ડની રિપ્રિન્ટ ઓર્ડર કરીને લેમિનેટેડ પાન કાર્ડ પોતાના ઘરના એડ્રેસ પર પણ મંગાવી શકે છે.