ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
જો તમે હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યાં છો તો હવે ફ્લાઇટ કેન્સલ થવા પર તમને પૂરા પૈસા પાછા મળી શકે છે. પરંતુ આ માટે તમારે ઓનલાઈન પેમેન્ટ સર્વિસ Paytm દ્વારા ફ્લાઈટ ટિકિટ ઓનલાઈન બુક કરાવી પડશે. કારણ કે આ સુવિધા ફક્ત Paytm યુઝર્સ માટે જ ઉપલબ્ધ થવાની છે. હવે Paytm ની મદદથી, તમે ફ્લાઇટ અથવા બસ ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ મેળવી શકો છો. Paytm ના આ પ્લાનમાં તમને કોઈપણ ફ્લાઈટ કે બસ ટિકિટના કેન્સલેશન પર કોઈ 'કેન્સલેશન ચાર્જ' નહીં લાગે, તેથી જ આ સુવિધા તમારા માટે ઘણી મદદગાર સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT
Paytm ના પ્લાનનું નામ છે 'Cancel Protect Premium'
તમને જણાવી દઈએ કે Paytmના આ પ્લાનનું નામ 'Cancel Protect Premium' છે. જે ફ્લાઈટથી લઈને બસ સુધીની ટિકિટ બુક કરાવવા માટે અલગ-અલગ છે. કૅન્સલ પ્રોટેક્ટ પ્રીમિયમની કિંમત વિશે વાત કરીએ તો ગ્રાહકો ફ્લાઇટની ટિકિટ માટે 149 રૂપિયા અને બસની ટિકિટ માટે 25 રૂપિયાના પ્રીમિયમ પર 'Cancel Protect Premium' ખરીદી શકે છે.
ADVERTISEMENT

આ રીતે કામ કરશે Paytm Cancel Protect
ADVERTISEMENT
Paytmનો કેન્સલ પ્રોટેક્ટ પ્રીમિયમ પ્લાન જો તમે લીધો છે તો ફ્લાઇટના નિર્ધારિત પ્રસ્થાન ( ડિપાર્ચર ) ના સમયના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં અને બસોના નિર્ધારિત પ્રસ્થાન ( ડિપાર્ચર )ના સમયના ઓછામાં ઓછા 4 કલાક પહેલાં ટ્રીપ કેન્સલ કરવા પર તમને 100 ટકા રિફંડ મળી શકે છે. કંપની દાવો કરે છે કે 'કેન્સલ પ્રોટેક્ટ' સાથે રિફંડની રકમ પર કોઈ મર્યાદા નથી અને કેન્સલેશન થવાં પર, જે એકાઉન્ટમાંથી ટિકિટ બુક કરવા માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા તે એકાઉન્ટમાં રિફંડ તરત જ જમા થઈ જશે.
ગ્રાહકોને બચત કરવામાં મળશે મદદ
ADVERTISEMENT
Paytm ના એક અધિકારીનું કહેવું છે કે 'કંપની દ્વારા એપ પર અનેક કસ્ટમર ફ્રેન્ડલી પ્રોડક્ટ ફીચર્સ રજૂ કરવામાં આવ્યાં છે, જેણે ટ્રાવેલ બુકિંગને સરળ બનાવ્યું છે અને ભારતીય પ્રવાસીઓની જરૂરિયાતોને પણ પૂર્ણ કરી છે. 'કેન્સલ પ્રોટેક્ટ' એ ગ્રાહકો માટે એક યોગ્ય ઉકેલ છે કે જેઓ પોતાની યાત્રાની યોજનાઓને સુરક્ષિત રાખવા માટે એક ફ્લેક્સિબલ તેમજ અનુકૂળ રીત શોધી રહ્યાં છે. ટિકિટની સુવિધા સાથે યુઝર્સને ટ્રાવેલ બુકિંગ પર શાનદાર ડીલ અને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે, જે ગ્રાહકોને વધુ બચત કરવામાં મદદ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gold Silver Price / ના હોય, ફરીથી સોનું-ચાંદી સસ્તું થયું! જાણી લો આજના લેટેસ્ટ રેટ
ADVERTISEMENT