બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ફોલોઅર્સ વગર કામ નહીં! ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ ટ્રેન્ડના લીધે છીનવાયું એક્ટરનું કામ
Last Updated: 02:47 AM, 27 April 2026
બોલીવુડમાં એક ચર્ચા છેડાઈ છે કે એક્ટર્સને તેમના ફોલોઅર્સ પર કામ આપવામાં આવે છે. આ મુદ્દે અનેક સેલિબ્રિટીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે અને અમુક તો આ ટ્રેન્ડનો ભોગ પણ બન્યા છે અને ફિલ્મો પણ ગુમાવી છે. એવામાં હવે સિનિયર એક્ટર મનમીત સિંહ અને કંવરજીત પેન્ટલે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. એક કટાક્ષપૂર્ણ રીલ દ્વારા તેઓ દર્શાવે છે કે આ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીમાં કેટલો ઊંડે સુધી મૂળિયાં જમાવી ચૂક્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જંગલ, રબ ને બના દી જોડી અને જુગ જુગ જીયો જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકેલા મનમીત વીડિયોમાં પેઇન્ટલને પૂછે છે, "શું તમે એક્ટર છો?" પેઇન્ટલ જવાબ આપે છે, "ના." જ્યારે પૂછવામાં આવ્યું કે, "સર, મેં તમને ઘણી વાર જોયા છે,"તો પેઇન્ટલ જવાબ આપે છે, "મારા ઇન્સ્ટાગ્રામ પર કોઈ ફોલોઅર્સ નથી તેથી હું એક્ટર નથી."
જેમાં 56 વર્ષીય મનમીત વધુ આશ્ચર્ય વ્યક્ત કરે છે, "તો, હવે મારે મારા ફોલોઅર્સ વધારવા પડશે." બાદમાં તે પૂછે છે કે "સર, શું જેની પાસે ફોલોઅર્સ નથી તે એક્ટર નથી?" પેઇન્ટલ જવાબ આપે છે, "ના, બિલકુલ નહીં." મનમીત આગળ સમજાવે છે, "માફ કરશો ભાઈ, તમારા ફોલોઅર્સ વધારો. એક્ટિંગમાં સારા બનવાની કોઈ જરૂર નથી. ખુબ બધો પ્રેમ." આ સાંભળીને પેઇન્ટલ જવાબ આપે છે, "લોટસ ઓફ ફોલોઅર્સ છે, પ્રેમ નહીં."
ADVERTISEMENT

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કઠોર વાસ્તવિકતાને ઉજાગર કરતો આ વીડિયો પોસ્ટ કરીને મનમીત લખે છે, "આજકાલ એક્ટર્સે આ વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે. ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા અનુભવ અને પ્રતિભા કરતાં વધુ વેલ્યુએબલ છે."
ADVERTISEMENT
પોતાની પોસ્ટમાં, અનેક સેલિબ્રિટીઓએ આ ટ્રેન્ડ સાથે સંમતિ દર્શાવી છે અને તેને નકામું ગણાવ્યું છે. તે કહે છે, "દુઃખદ છે પણ સાચું છે, આજકાલ ઇન્ડસ્ટ્રીમાં તેને મોટા પાયે ફોલો કરવામાં આવી રહ્યું છે. દરેક વ્યક્તિ તમારા કામ કરતાં તમારા ફોલોઅર્સ વધુ જોવા માંગે છે. આથી જ અનેક એક્ટર્સ તેમનું કામ ગુમાવે છે, જ્યારે બીજા લોકો રોલ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે."
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, 77 વર્ષીય કંવરજીત પેઇન્ટલનો બીઆર ચોપરાના મહાભારતમાં શિખંડીનો રોલ પણ ખુબ ફેમસ થયો હતો.. તેઓ સટ્ટા પે સત્તા, રોટી અને લૈલા મજનુ જેવી ફિલ્મોનો પણ ભાગ રહ્યા છે. પરંતુ આ ઉંમરે તેમના જેવા અનુભવી એક્ટર્સ પણ કામ માટે સોશિયલ મીડિયા પર આધાર રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.