બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / No water for 4 days, body parts were found in the pipeline while searching for the fault, doctors were confused

સિદ્ધપુર / 4 દિવસથી પાણી ન આવ્યું, ફોલ્ટ શોધવા જતાં પાઈપલાઈનમાંથી મૃતદેહના ટુકડા મળ્યા, તબીબો આવ્યા મુંઝવણમાં

Vishal Khamar

Last Updated: 07:04 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધપુરમાં પાણીના પાઈપ લાઈનમાંથી લાશનાં ટુકડા મળતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ સમગ્રે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • સિદ્ધપુરમાં પાણીની પાઈપ લાઈનમાંથી મળી યુવતિની લાશનાં ટુકડા
  • તંત્રએ પાણીનો ફોલ્ટ શોધવા કર્યું હતું ખોદકામ
  • પોલીસે સમગ્રે ઘટના અંગે તપાસ હાથ ધરી

સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાંથી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરના ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી નહોતું આવતું જેથી નગરપાલિકાની ટીમ દ્વારા પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરીને તપાસ કરવામાં આવી હતી. જેમાં પાઇપ લાઇનમાંથી કોઈ અજાણી યુવતીના મૃતદેહના કેટલાક અવશેષો મળી આવ્યા હતા, જેથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

યુવતીનો મૃતદેહ પાણીની પાઇપ લાઇનમાં કઇ રીતે પહોંચ્યો?

યુવતીનો મૃતદેહના કોહવાઇ ગયેલી હાલતમાં અવશેષો મળતા પાલિકાની ટીમે તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે હાલ તો મૃતદેહને પી.એમ અર્થે ખસેડી આ લાશ કોની છે અને પાણીની પાઇપ લાઇનમાં કઇ રીતે આવી એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અમે તપાસ કરી ત્યારે ટાંકીનો દરવાજો તૂટેલો હતોઃ ચીફ ઓફિસર

આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર સંજય પટેલે જણાવ્યું હતું કે,  આ લાશ મહિલાની  હોવાનું લાગી રહ્યું છે.  વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમે પાણીની ટાંકીની તપાસ કરી તો ટાંકીનો દરવાજો તૂટેલો હોવાનું માલુમ પડ્યું હતું.  પાઈપ લાઈનમાંથી મૃતદેહનાં અવશેષો મળ્યા છે.  ત્યારે નગરપાલિકા દ્વારા અન્ય વાલ્વ બંધ કરીને પ્રેશરથી પાણી છોડવામાં આવશે. જેથી અન્ય કોઈ અવયવ પાઈપમાં હોય તો નીકળી જાય. 

જરૂર પડશે તો અવશેષોને વધુ તપાસ અર્થે અમદાવાદ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાશેઃ તબીબ

આ બાબતે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલનાં તબીબ હર્ષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મૃતદેહનાં જે અવશેષો આવ્યા છે. તે ખૂબ જ ખરાબ હાલતમાં છે. જેનાં લીધે આ અવશેષો માનવના છે કે પ્રાણીના તે કહેવું મુશ્કેલ છે. પરંતું અમે તપાસ કરી રહ્યા છીએ. ત્યારે જો જરૂર પડશે તો વધુ તપાસ અર્થે અમદાવાદ ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ