બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / No relief even after death of Subrata Roy case will continue on support SEBI made big announcement
Last Updated: 07:24 PM, 16 November 2023
ADVERTISEMENT
સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું તાજેતરમાં જ નિધન થયું છે અને તેમની કંપની સહારા વિરુદ્ધ અનેક કેસો ચાલી રહ્યા છે. જે પેન્ડિંગ છે. ત્યારે હવે આ કેસનું શું થશે? અને એ લોકોના રૂપિયાનું શુ થશે જે કંપનીએ પરત આપવાના છે? જોકે હવે આ તમામ ચર્ચાઓ પરથી પડદો ઉંચકાયો છે. આ મામલે ખુદ સેબી આગળ આવ્યું છે અને તેમણે ખુલાસો કર્યો છે.

ADVERTISEMENT
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBE) ના વડા માધવી પુરી બુચે આ મામલે ચોખવટ કરતા કહ્યું હતું કે સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયના મૃત્યુ પછી પણ સહારાનો મામલો કેપિટલ માર્કેટ રેગ્યુલેટરમાં ચાલુ રહેશે. બુચે કહ્યું કે સેબી માટે આ બાબત એક યુનિટના આચરણ સાથે જોડાયેલ છે. જે ચાલુ જ રહેશે. ભલે કોઈ વ્યક્તિ જીવિત હોય કે ન હોય. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ હેઠળ એક સમિતિ રચી આ સમિતિના નેજા હેઠળ તમામ કાર્યવાહી કરી રહ્યા છીએ.
સેબીના ખાતામાં 25 હજાર કરોડ રૂપિયા
ઉલ્લેખનિય છે કે સહારા ગ્રુપના સેબીના ખાતામાં 25 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ પડેલી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સુબ્રત રોયને રોકાણકારોના પૈસા પરત કરવા માટે પૈસા જમા કરવા આદેશ આપ્યા બાદ સેબીના ખાતામાં રૂપીયાની આવક થઈ રહી છે.એક અહેવાલ અનુસાર સેબીએ 11 વર્ષમાં સહારા ગ્રૂપની બે કંપનીઓના રોકાણકારોને 138.07 કરોડ રૂપિયા પરત કર્યા છે. પરિણામે ચુકવણી ખોલાયેલ બેંક ખાતાઓમા 25,000 કરોડ રાશિ જમા થઈ છે.
ADVERTISEMENT
કેટલા પૈસા પાછા આવ્યા?
એક રિપોર્ટ અનુસાર 31 માર્ચ, 2023 સુધી સેબીને 19,650 અરજીઓ મળી હતી. જેમાં વ્યાજની રૂ. 67.98 કરોડ રકમ સાથે 17,526 અરજીઓ માટે કુલ રૂ. 138.07 કરોડની રકમ પરત કરાઈ હતી. બાકીની અરજીઓ બંધ કરવામાં આવી હતી કારણ કે તેઓ સહારા ગ્રૂપની બંને કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી દ્વારા શોધી શકાઈ ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.