બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈમાં માસ્ક વગર ફરવાની પરવાનગી આપી દીધી છે, એટલે કે હવે માસ્ક નહીં પહેરનારાઓને દંડ કરવામાં આવશે નહીં.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ગુરુવારે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી, જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર કોઈ દંડ થશે નહીં. જોકે, બીએમસીએ લોકોને સ્વેચ્છાએ માસ્ક પહેરવાની અપીલ કરી છે કારણ કે કોવિડ-19 હજી સમાપ્ત થયો નથી. "બૃહત મુંબઈ વિસ્તારમાં (1 એપ્રિલથી), જો લોકો માસ્ક નહીં પહેરે, તો 200 રૂપિયાનો કોઈ દંડ થશે નહીં," એવું BMCએ એક રિલીઝમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
Maharashtra | Mumbai Police will not fine people for not wearing mask from today.
— ANI (@ANI) April 1, 2022
Brihanmumbai Municipal Corporation has urged citizens to voluntarily use masks as a precautionary measure against COVID19
From 2nd April, all Covid restrictions will be lifted in Maharashtra.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં, 2 એપ્રિલથી માસ્ક સહિત કોવિડને લગતા તમામ પ્રતિબંધો હટાવવામાં આવશે.
મહારાષ્ટ્રમાં, ફરજિયાત માસ્ક પહેરવા સહિત કોવિડ-19 સંબંધિત તમામ પ્રતિબંધો 2 એપ્રિલથી નાબૂદ કરવામાં આવશે. સરકારે ગુરુવારે આ જાહેરાત કરી હતી.
બે વર્ષથી વધુ સમય પછી, રોગચાળાને લગતા નિયંત્રણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ કામ 2 એપ્રિલના રોજ આવતા મરાઠી નવા વર્ષ 'ગુડી પડવા'ના દિવસથી કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આરોગ્યમંત્રીએ શું કહ્યું જુઓ
આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટોપેએ કહ્યું, "ગુડી પડવાથી (મરાઠી નવું વર્ષ જે આ વખતે 2 એપ્રિલે હશે) એપેડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ લાદવામાં આવેલા કોવિડ -19 સંબંધિત તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવશે."
ADVERTISEMENT
તેમણે કહ્યું કે 2 એપ્રિલથી માસ્ક લગાવવાની જરૂર રહેશે નહીં. જો કે એક અલગ નિવેદનમાં, મુખ્ય પ્રધાન ઠાકરેએ ચેતવણી આપી હતી કે પ્રતિબંધો હટાવવાના હોવા છતાં, એકબીજાથી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની, માસ્ક પહેરવાની અને એન્ટિ-કોરોનાવાયરસ રસી લેવાની સલાહ આપવામાં આવે છે.
ઘણાબધા દેશોમાં હવે આ નિયમ નથી
ADVERTISEMENT
સ્વાસ્થ્ય મંત્રી ટોપેએ પત્રકારોને કહ્યું કે અમેરિકા, બ્રિટન અને યુરોપના ઘણા દેશોએ માસ્ક પહેરવા સંબંધિત નિયમ પાછો ખેંચી લીધો છે, તેથી મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવાનું સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે.
જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે શું રાજ્ય સરકાર માસ્ક હટાવીને જોખમ લઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે, "મુખ્યમંત્રી અને અન્ય કેબિનેટે આ નિર્ણય લેતા પહેલા રાજ્યની ટાસ્ક ફોર્સ અને આરોગ્ય વિભાગની કોવિડ-19 પર સલાહ લીધી છે. "
નોંધપાત્ર વાત એ છે કે, બુધવારે જ ટોપેએ કહ્યું હતું કે ઘણા દેશોમાં કોરોના વાયરસના કેસમાં વધારાને જોતા મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવાના નિયમને નાબૂદ કરવાનું જોખમ ન લેવું જોઈએ.
રાજ્ય સરકારે પહેલાથી જ લોકોની અવરજવર અને એકઠા થવા પરના પ્રતિબંધોને માફ કરી દીધા છે, કારણ કે કોરોના વાયરસના નવા કેસ એકદમ ઓછા આવવા લાગ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.