બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / no need of case during emergency treatment in Rajkot civil

નિર્ણય / રાજકોટના કલેક્ટરને ઓળખ્યા વિના સિવિલના ડૉક્ટરે કેસ કઢાવવા કહ્યું, 2 જ દિવસમાં આવી ગયા નવા આદેશ

Khyati

Last Updated: 11:37 AM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય, ઇમરજન્સીમાં સારવાર માટે પહેલા કેસ નહી કઢાવવો પડે

  • રાજકોટ સિવિલ તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
  • ઇમરજન્સી સારવાર માટે પહેલા કેસ કઢાવવાની જરુર નહી 
  • મનપા નાયબ કમિશનર વીતી એટલે શાન આવી ઠેકાણે

કહેવાય છેને એતો જેના પર વીતી હોય તેજ જાણે.  રાજકોટમાં પણ કંઇક આવુ જ બન્યુ.  રાજકોટ સિવિલમાં ઇમરજન્સીમાં સારવાર માટે પહેલા કેસ નહી કાઢવો પડે. આ નિર્ણય રાતો રાત લેવાયો કારણ કે મનપાના નાયબ કમિશનર એ.કે સિંઘને ઇમરજન્સીમાં સારવાર લેવા માટે પહેલા કેસ કઢાવવાનું કહેવામાં આવ્યુ હતું,

પહેલા સારવાર પછી કેસ કઢાવવો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં દર્દીઓ આવે છે.  વળી હાલમાં ડબલ સિઝન હોવાથી  દર્દીઓના કેસની સંખ્યા વધારે રહે છે. તેમાં પણ જો ઇમરજન્સીમાં સારવાર લેવી હોય તો પહેલા કેસ કઢાવવા લાઇનમાં ઉભુ રહેવુ પડતુ હતું. પરંતુ હવે આ નિયમને બદલી નાંખવામાં આવ્યો છે. હવે જો તમારે ઇમરજન્સીમાં સારવાર લેવી હોય તો પહેલા કેસ કઢાવવાની જરુર નહી પડે. તમને સારવાર તાત્કાલિક અસરથી મળી જશે.

કેમ લેવાયો આ નિર્ણય ?
 
ખરેખરમાં બનાવ એવો બન્યો હતો કે બે દિવસ અગાઉ રાજકોટ મહાનગર પાલિકાના નાયબ કમિશનર  એ.કે.સિંઘને હાથમાં વાગ્યુ હતું.  જેથી તેઓ તાત્કાલિક અસરથી સારવાર કરાવવા રાજકોટ સિવિલ દોડી ગયા . પરંતુ અહીં તેઓને ઇમરજન્સીમાં સારવાર આપવાને બદલે તેમને પહેલા કેસ કઢાવવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન કલેક્ટર અરુણ મહેશ બાબુ પણ સારવાર માટે તેઓની સાથે પહોંચ્યા હતા.  પરંતુ કલેક્ટરને ઓળખ્યા વિના જ લેડી ડોક્ટરને પહેલા કેસ કઢાવવા કહેવામાં આવ્યુ હતું

મહિલા ડૉક્ટરની રાતોરાત બદલી
 
રાજકોટ સિવિલની મહિલા ડોક્ટર કે જેના કારણે આ ઘટના બની તેનું નામ ડૉ.હેમલતાબેન છે.  ઘટનાને પગલે તેઓને રાતોરાત ભુજ આરોગ્ય કેન્દ્રમાં ડેપ્યુટેશનમાં મુકી દેવાયા છે. પરંતુ અહીં રાજકોટ સિવિલના તંત્ર પર સવાલ થાય છે કે જ્યારે અધિકારીઓએ હેરાનગતિ વેઠવી પડી ત્યારે જ કેમ નિયમો બદલાયા ?  અત્યાર સુધી પ્રજા કેસ કઢાવવા લાઇનમાં ઉભી રહીને થાકી ત્યારે તમને દર્દીની પીડા ન દેખાઇ ? મનપાના નાયબ કમિશનરને ઇમરજન્સીમાં કેસ કઢાવવો પડ્યો ત્યારે તમને ખબર પડી કે નિયમ આવો ન હોવો જોઇએ ?  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ