બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / No banners, no bribe': Nitin Gadkari's strategy for Lok Sabha poll campaigning

રાજનીતિ / ગડકરી ફરી આખું બોલ્યાં, 'મટન ખાઈને પણ વોટ ન આપ્યો, આ વખતે ચા પણ નહીં પીવડાવું'

Hiralal

Last Updated: 04:29 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે ગઈ વખતે મતદાતાઓને મટન ખવડાવ્યું હતું તેમ છતાં પણ તેઓ ચૂંટણી હારી ગયા.

  • નીતિન ગડકરીએ ખોલી મતદાતાઓની પોલ
  • બોલ્યાં- ગઈ વખતે મટન ખાઈને પણ મને ન આપ્યો વોટ
  • આ વખતે તો ચા પણ નથી પીવડાવવી

આખું બોલવા માટે પ્રખ્યાત કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીને લાગી રહ્યું છે મતદાતાઓએ તેમની સાથે દગો કર્યો છે અને પોતાની પાસેથી ગિફ્ટ લઈને પણ વોટ ન આપ્યો.  મહારાષ્ટ્રના વાશિમમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં ગડકરીએ કહ્યું કે તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના લોકસભા ક્ષેત્ર નાગપુરમાં કોઈ બેનર કે પોસ્ટર નહીં લગાડે. તેમણે મતદાતાઓને સંભળાવતા કહ્યું કે ગઈ વખતે તમે મટન ખાઈ ગયા તેમ છતાં વોટ ન આપ્યો પરંતુ આ વખતે તો ચા પણ નહીં પીવડાવું. ગડકરીએ મહારાષ્ટ્રના વાશિમમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓના ઉદ્ઘાટન પ્રસંગે બોલતાં તેમણએ કહ્યું કે હું ખાઈશ નહીં કે ખાવા પણ નહીં દઉં. આ લોકસભાની ચૂંટણી માટે, મેં નક્કી કર્યું છે કે કોઈ બેનરો અથવા પોસ્ટરો નહીં લગાડું, જેમને વોટ આપવો હોય તે આપે ન આપવો હોય તે ન આપે. મને વિશ્વાસ છે કે હું તમારા બધાની નિષ્ઠાપૂર્વક સેવા કરી શકીશ. 

જુલાઈનો કિસ્સો સંભળાવ્યો 
જુલાઈનો એક કિસ્સો સંભળાવતા ગડકરીએ કહ્યું કે તેમણે એક સમયે ચૂંટણી દરમિયાન મતદાતાઓને મટન ખવડાવ્યું હતું તેમ છતાં તેઓ તેઓ હારી ગયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મતદારો પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ પેદા કરીને ચૂંટણી જીતી શકાય છે. ગડકરીએ કહ્યું કે મતદારો ખૂબ જ હોશિયાર છે અને તેમને દરેક ઉમેદવાર તરફથી ચૂંટણી ભેટ મળી છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે લોકો તે ઉમેદવારને મત આપે છે જે તેમને લાગે છે કે તે તેમના માટે યોગ્ય છે. "લોકો ઘણીવાર પોસ્ટરો લગાવીને અને ચૂંટણીની ભેટો આપીને ચૂંટણી જીતે છે. જો કે, હું આવી વ્યૂહરચનાઓમાં માનતો નથી. મેં એકવાર એક પ્રયોગ કર્યો હતો અને મતદારોને એક કિલો મટન આપ્યું હતું, પરંતુ અમે ચૂંટણી હારી ગયા હતા. મતદારો ખૂબ જ હોંશિયાર હોય છે. 

ક્યાંથી સાંસદ છે નીતિન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં નાગપુર સંસદીય બેઠક પરથી ચૂંટાયા હતા. સરકારમાં તેમની છાપ આખાબોલા મંત્રી તરીકે જાણીતા છે. તેમને જે પણ કહેવું હોય તે ઉઘાડું કહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ