બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / nitish kumar slams jiten ram manjhi caste based survey obc reservation bihar

બિહાર / VIDEO : 'મારી મૂર્ખતાને કારણે CM બન્યાં' વિધાનસભામાં હવે નીતિશ કુમારે આ નેતા સાથે કરી તુ તારી

Hiralal

Last Updated: 04:40 PM, 9 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર વિધાનસભામાં સીએમ નીતિશ કુમાર અને પૂર્વ સીએમ જીતનરામ માંઝી વચ્ચે તુ-તારી થઈ હતી.

  • બિહાર વિધાનસભામાં જીતનરામ માંઝી પર બરાબરના ભડક્યાં 
  • 'મારી મૂર્ખતાને કારણે CM બન્યાં' 
  • જીતનરામ માંઝી છે બિહારના પૂર્વ સીએમ 
  • માંઝીએ પણ કર્યો પલટવાર

મહિલાઓ પર અભદ્ર નિવેદન આપીને આખા દેશમાંથી ટીકાનો સામનો કરનાર બિહારના સીએમ નીતિશ કુમાર ફરી ચર્ચામાં આવ્યાં છે. વિધાનસભામાં અનામત સુધારા બીલ પર ચર્ચા વખતે નીતિશ કુમાર અને પૂર્વ સીએમ જીતનરામ માંઝી વચ્ચે ઉગ્ર બોલાચાલી હતી. ઉલ્લેખનીય છે કે જીતનરામ માંઝી બિહારના પૂર્વ સીએમ છે અને નીતિશ કુમારે જ તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ચર્ચા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું હતું કે અમે નથી માનતા કે બિહારની જાતિગત વસ્તી ગણતરી સાચી રહી છે. જો આંકડા ખોટા હશે તો તેનો લાભ સાચા લોકો સુધી નહીં પહોંચે. માંઝીના આ સવાલ પર નીતિશ ભડકી ઉઠ્યાં અને બોલ્યાં કે આ માણસ (માંઝી)ને એક વિચાર છે. અમે તેમને મુખ્યમંત્રી બનાવ્યા. બે જ મહિનામાં મારા પક્ષના માણસો કહેવા લાગ્યા કે આને દૂર કરો. આ એક ગડબડ છે. પછી અમે મુખ્યમંત્રી બન્યા. તે કહેતા રહે છે કે તે મુખ્ય પ્રધાન હતા ... આ મુખ્ય પ્રધાન શું હતા? મારી મૂર્ખતાને કારણે તેઓ સીએમ બન્યા. નીતીશે વધુમાં કહ્યું કે તેઓ (માંઝી) રાજ્યપાલ બનવા માંગે છે. આ પછી સીએમએ ભાજપના ધારાસભ્યો તરફ ઈશારો કરતા કહ્યું- તેમને રાજ્યપાલ બનાવો. આ પછી સ્થિતિ બગડતી જોઈ કેટલાક ધારાસભ્યો અને તેજસ્વી યાદવે સત્તાધારી પક્ષ વતી નીતિશને આડે હાથ લીધા હતા. બાદમાં વિજય કુમાર ચૌધરીએ નીતિશને રોક્યા હતા.

કોણ છે જીતનરામ માંઝી
જીતનરામ માંઝીને પહેલા નીતિશ કુમારના સૌથી નજીકના નેતાઓમાંના એક માનવામાં આવતા હતા. 2014માં જ્યારે લોકસભા ચૂંટણીમાં જેડીયુને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે નીતિશે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને 9 મે, 2014ના રોજ પોતાના 'વિશ્વાસુ' મહાદલિત સમાજના સભ્ય જીતન રામ માંઝીને મુખ્યમંત્રી બનાવ્યાં હતા. શુરૂઆતમાં માંઝીને 'રિમોટ કંટ્રોલ સીએમ' કહેવામાં આવતા હતા, પરંતુ ધીરે ધીરે માંઝી પોતે મોટા નિર્ણયો લેવા લાગ્યા અને નીતિશથી તેમનું અંતર વધવા લાગ્યું. જ્યારે પરિસ્થિતિ ધીરે ધીરે બગડી તો પાર્ટીએ માંઝીને રાજીનામું આપવા માટે કહ્યું પરંતુ તેમણે ના પાડી દીધી. ત્યારબાદ તેમને જેડી(યુ)માંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ રીતે જીતનરામ માંઝી મે 2014થી ફેબ્રુઆરી 2015 સુધી નવ મહિના સુધી બિહારના સીએમ રહ્યા હતા.

બિહાર વિધાનસભામાં અનામત સુધારા બીલ પાસ 
બિહારની નીતિશ સરકારે આજે વિધાનસભામાં અનામતનો વ્યાપ વધારતું બીલ રજૂ કર્યું હતું જેમાં પછાત વર્ગો, અતિ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે 65 ટકા અનામત મળવાની જોગવાઈ છે. હાલ બિહારમાં આ વર્ગોને 50 ટકા અનામત મળે છે. જાતિ ગણતરીનો રિપોર્ટ રજૂ કર્યા બાદ સીએમ નીતિશ કુમારે રાજ્યમાં 65 ટકા અનામતની જાહેરાત કરી હતી.
હાલ બિહારમાં અનામતની મર્યાદા 50 ટકા છે. ઇડબલ્યુએસને અલગથી 10 ટકા રિઝર્વેશન મળતું હતું. પરંતુ, જો નીતિશ સરકારનો પ્રસ્તાવ પાસ થઇ જાય તો અનામતની 50 ટકા મર્યાદા તૂટી જશે. બિહારમાં કુલ 65 ટકા અનામત મળશે. આ સિવાય ઈડબલ્યુએસનું 10 ટકા અનામત અલગ રહેશે. બિહાર કેબિનેટે મંગળવારે જાતિ આધારિત અનામતને 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી પછાત અને અતિ પછાત વર્ગોને 30 ટકા અનામત મળતું હતું પરંતુ જો નવી મંજૂરી મળશે તો 43 ટકા અનામતનો લાભ મળશે. એ જ રીતે અગાઉ અનુસૂચિત જાતિ માટે 16 ટકા અનામત હતી, હવે તેમને 20 ટકા અનામત મળશે. અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં એક ટકા અનામત હતી, હવે બે ટકા અનામત મળશે. આ સિવાય તેને વધારીને 75 ટકા કરવાની દરખાસ્ત છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે પછાત સામાન્ય ગરીબ વર્ગ (EWS) માટે 10 ટકા અનામત આપવામાં આવી છે.તાજેતરમાં જ બિહારમાં જાતિની વસ્તી ગણતરીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ