ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હાઈવેના ગંદા ટોયલેટની ફરિયાદ કરો અને મેળવો ₹1,000નો FASTag રિવોર્ડ, NHAIની સ્કીમનો કેવી રીતે લેવો લાભ?
5 ફોટો ગેલેરી
Last Updated: 11:07 AM, 4 September 2026
1/5
હાઈવે પર મુસાફરી કરતા ઘણા લોકોને શૌચાલયો અંગે ફરિયાદો હોય છે. સરકારે હાઈવે અને એક્સપ્રેસવે પર અસંખ્ય જાહેર શૌચાલયો બનાવ્યા છે, તેમ છતાં ત્યાં સ્વચ્છતાના અભાવ અંગે લોકો વારંવાર ફરિયાદ કરે છે. અપૂરતી સ્વચ્છતાને કારણે મુસાફરો આ સુવિધાઓનો ઉપયોગ કરી શકતા નથી.
2/5
ADVERTISEMENT
3/5
આ યોજના સપ્ટેમ્બર 2025માં શરૂ કરવામાં આવેલી 'ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ'નો એક ભાગ છે. NHAIએ આ યોજનાને ૩૦ જૂન, 2027 સુધી લંબાવી છે. ઘણા લોકોએ આ યોજનાનો લાભ લીધો છે; તેમણે NHAIને ગંદા શૌચાલયો વિશે જાણ કરીને FASTag રિચાર્જ કમાવ્યા છે.વર્ષ 2026 માં અત્યાર સુધીમાં, સ્વચ્છ ન હોય તેવા શૌચાલયોની જાણ કરીને 429 મુસાફરોએ 1000 રુપિયાનું FASTag રિચાર્જ મેળવ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા તમામ મુસાફરો આ યોજનાનો લાભ લઈ શકે છે. આમાં ભાગ લેવા માટે, તેમણે 'રાજમાર્ગયાત્રા' મોબાઈલ એપ દ્વારા જીઓ-ટેગિંગ અને ટાઈમ-સ્ટેમ્પ સાથેનો સ્પષ્ટ ફોટોગ્રાફ અપલોડ કરવો જરુરી છે.
4/5
આ ઉપરાંત, યૂઝર્સએ મૂળભૂત માહિતી જેમ કે તેમનું નામ, સ્થળ, વાહનનો રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર તેમજ એક ફોટોગ્રાફ પૂરો પાડવો જરૂરી રહેશે. ફોટો અને માહિતીની ચકાસણી બાદ, માન્ય વાહન રજીસ્ટ્રેશન નંબર સાથે સંકળાયેલી માહિતી બદલ તેમને 1000 રુપિયાનું તાત્કાલિક ઈનામ મળશે. આ પુરસ્કાર FASTag રિચાર્જ સ્વરૂપે આપવામાં આવશે અને તે વાહનના રજીસ્ટ્રેશન નંબર સાથે જોડાયેલા ખાતામાં જમા કરવામાં આવશે.
ADVERTISEMENT
5/5
સમગ્ર યોજના દરમિયાન કોઈ વાહનને આ પુરસ્કાર માત્ર એક જ વાર મળશે. આ પુરસ્કાર અન્ય કોઈને ટ્રાન્સફર કરી શકાતો નથી અને તેના બદલે રોકડ રકમની માંગણી કરી શકાતી નથી. જે કિસ્સાઓમાં એક જ સુવિધા અંગે એકથી વધુ ફરિયાદો નોંધાવવામાં આવી હોય, ત્યાં સૌથી પહેલાં ફરિયાદ કરનાર વ્યક્તિને લાભ મળશે. આ યોજના માત્ર NHAI હેઠળની શૌચાલય સુવિધાઓને જ લાગુ પડે છે. NHAIએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ