બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / New Zealand reach T-20 World Cup final; Beat England by five wickets; now Pakistan-Australia clash tomorrow in second semi-final
ADVERTISEMENT
T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલ અબુધાબીમાં રમાઈ રહી છે.સેમી ફાઈનલમાં ભારે રસાકસી બાદ ન્યુઝીલેન્ડની ઇન્ગેન્દ પર રોચક જીત થી છે. ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં ઈંગ્લેન્ડનું પલડું ભારે લાગતું હતું. પરંતુ અંતિમ ત્રણ ઓવર્સમાં ન્યુઝીલેન્ળાએ બાજી ફેરવી નાખી હતી. ન્યુઝીલેન્ડના જેમ્સ નેશમે,છેલ્લી ઓવરોમાં 3 છગ્ગા ફટકારીને ઈંગ્લેન્ડના હાથમાંથી સેમી ફાઈનલની જીત ખૂંચવી લીધી હતી.
New Zealand are in the final of the #T20WorldCup 2021 🎉#ENGvNZ | https://t.co/zBjgVLo3T5 pic.twitter.com/FPGC6bK2U7
— ICC (@ICC) November 10, 2021
ADVERTISEMENT
ઇંગ્લેન્ડે પહેલી બેટિંગ કરતા 20 ઓવર્સમાં 166 રન ફટકાર્યા હતા.જેમાં મોઈન અલી એ શાનદાર અર્ધ શતક ફટકારતા ઇંગ્લેન્ડ કૈક અંશે સન્માન જનક સ્કોર કરી શક્યું હતું. કોમેન્ટેટર પણ મેચ દરમિયાન કહી રહ્યા હતા કે, ઇંગ્લેન્ડ જો 150 પણ બનાવી લેશે તો ન્યુઝીલેન્ડ માટે અઘરું પડશે.એક તબક્કે, માત્ર 15 ઓવરમાં ઇંગ્લેન્ડનો સ્કોર માત્ર 110 રન હતો.
ADVERTISEMENT
ન્યુઝીલેન્ડ તરફથી ગુપટીલ 4 રન, ડેરિલ મિશેલ 46, વિલિયમ્સન માત્ર 5 રન, કોનવે 46, ફીલીપ્સ 2, રન બનાવી શક્યા. ઈંગ્લેન્ડના બોલર્સમાં ક્રીસ વોક્સને 2 વિકેટ અને લીવીગ સ્ટોનને 2 વિકેટ મળી હતી
પાકિસ્તાન મુશ્કેલીમાં
ADVERTISEMENT
આવતી કાલે બીજો સેમીફાઈનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલીયા સામે રમાશે. જોકે સેમીફાઈનલ પૂર્વે પાકિસ્તાનના બે ખેલાડીઓ શોએબ અને રીઝવાન ફ્લુમાં પટકાયા છે. ત્યારે, સેમી ફાઈનલ પહેલા પાકિસ્તાનની ચિંતા વધી છે. બંને બેટ્સમેન તબિયત બગડતા પાકિસ્તાન ક્રિકેટ ચિંતીત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.