બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 11:08 AM, 25 March 2021
ADVERTISEMENT
હકીકતમાં સરકાર દ્વારા નવા વેતન કાયદા એટલે કે નવો વેતન કોડ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ નિયમ પછી તમે તમારા ટેક્સમાં ઘટાડો કરીને તમારી ટેક હોમ સેલેરી વધારી શકો છો. ચાલો જાણીએ નવો વેતન કાયદો શું છે અને તમે તેનો લાભ કઈ રીતે મેળવી શકો છો.
સરકારના નવા વેતન કાયદા હેઠળ દર મહિને તમને મળતી સેલરીમાં બેઝિક સેલરીનો હિસ્સો 50 ટકા હોવો જોઈએ. બેઝિક સેલરીમાં બેઝિક સેલેરી, મોંઘવારી ભથ્થું અને રિટેનિંગ અલાઉન્સ સામેલ છે. આ ત્રણ વસ્તુઓ ઉમેરીને તમારી બેઝિક સેલેરીની ગણતરી કરવામાં આવે છે.
ADVERTISEMENT
જૂનો નિયમ શું છે
ધારો કે તમારી વાર્ષિક કુલ આવક એટલે કે CTC 18 લાખ રૂપિયા છે. હાલના નિયમ મુજબ બેઝિક સેલેરી CTCનો 32 ટકા છે. આ રીતે જોઈએ તો તમારી મંથલી સીટીસીમાં બેઝિક સેલરીનો હિસ્સો 48,000 રૂપિયા હોવો જોઈએ. જ્યારે 50 ટકા એટલે કે 24000 રૂપિયાના HRA અને આ પછી 10 ટકા એટલે કે 4800 રૂપિયા NPS, 12 ટકા પ્રોવિડન્ટ ફંડમાં 5760 રૂપિયા હશે. આ રીતે, 1.50 લાખના CTCમાં તમારી મંથલી સેલરી 82,560 રૂપિયા થાય અને 67,440 રૂપિયા બાકીની રકમ અન્ય બાબતોમાં જાય છે.
નવા સ્ટ્રક્ચરથી આ લાભ થશે
હવે 1 એપ્રિલથી નવો વેતન કોડ લાગુ થયા પછી તમે તમારી સેલરીનું સ્ટ્રક્ચર બદલી શકો છો. નવા કાયદા હેઠળ સેલરીમાં પીએફ, ગ્રેજ્યુટી, મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું અને હાઉસ રેન્ટ અલાઉન્સ પગારમાં એડજસ્ટ કરવામાં આવશે. બેઝિક સીટીસી 50 ટકા હોવાનો મતલબ એ છે કે અનેભથ્થાં 50 ટકાથી વધુ નહીં હોય, એ જ રીતે પીએફમાં ફેરફાર અને અન્ય ભથ્થાંમાં ફેરફાર થવાને કારણે પણ ટેક્સનું ભાર ઓછું થઈ શકશે. જેની અસર તમારા ટેક હોમ સેલેરી પર જોવા મળશે.
51 ભથ્થા બાકાત રાખવાનો નિર્ણય
હકીકતમાં કેબિનેટમાં નવા વેજ કોડને લાગુ કરતાં પહેલાં દરેક પાસાની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને ભથ્થાંની વાત કરીએ તો તમામ 196 ભથ્થાઓની તપાસ કર્યા પછી કેબિનેટે 37 ટકા જાળવી રાખીને તેમાંથી 51ને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે જેથી નોકરિયાત લોકો પર ભાર ઓછો થઈ શકે અને તેમને વધુ ફાયદા મળી શકે. કોઈ કંપનીમાં સતત 5 વર્ષ કામ કર્યા પછી જ ગ્રેજ્યુટી મળે છે પરંતુ નવા કાયદા હેઠળ કર્મચારીઓ 1 વર્ષ કામ કર્યા પછી જ ગ્રેચ્યુઇટીનો હકદાર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.