બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / New UAE Visa Entry Permit Rules Announced, Understand Important Changes in 7 Points in Simple Language

Visa અપડેટ / UAEના નવા વિઝા એન્ટ્રી પરમિટ નિયમો જાહેર, 7 પોઈન્ટમાં સમજો મહત્વપૂર્ણ બદલાવ સરળ ભાષામાં

Vishal Khamar

Last Updated: 11:08 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UAE ના અધિકારીઓએ સંકેત આપ્યો કે 90-દિવસના વિઝા ધારકો માટે વધારાના 30 દિવસના વિઝા એક્સટેન્શનની મંજૂરી મળી શકશે.

  • UAE ની સરકારનો મહત્વનો નિર્ણય
  • 90 દિવસના વિઝા ધારકો માટે  વધારાના 30 દિવસના વિઝા એક્સટેન્શનને મંજૂરી મળશે
  • નવા અપડેટનો અમલ 1 ફેબ્રુઆરી, 2023 થી શરૂ થઈ ગયો

 UAE ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી, કસ્ટમ્સ એન્ડ પોર્ટ્સ સિક્યોરિટી (ICP) એ સ્માર્ટ સર્વિસ સિસ્ટમમાં 15 અપડેટ્સના એક નવા પેકેજની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી અમીરાત સમાચાર એજન્સી (WAM) દ્વારા આપવામાં આવી હતી. આ પેકેજમાં ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા અને ભવિષ્યમાં ઓથોરિટી અને રાજ્યની ક્ષમતાને વધારવા માટે નવા ડેવલપમેન્ટની યોજનાના ભાગરૂપે આ પેકેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
UAE સરકારનો ઉદ્દેશ્ય મુલાકાતીઓને ઉચ્ચ ગુણવત્તાની સેવા પૂરી પાડવાનો છે
UAE ના અધિકારીઓએ સંકેત આપ્યો કે નવા અપડેટનો અમલ શરૂ થઈ ગયો છે.  જે 1 ફેબ્રુઆરી, 2023 થી અમલમાં પણ આવ્યું છે. અધિકારીઓએ રિપોર્ટમાં કહ્યું છે કે નવા ફેરફાર મુજબ બહારથી આવતા લોકો અને તેમના સંબંધીઓને નવા વિઝા નિયમની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે. UAE સરકારનો ઉદ્દેશ્ય મુલાકાતીઓને ઉચ્ચ ગુણવત્તાની સેવા પૂરી પાડવાનો છે. 
નવા અપડેટેડ વિઝામાં સમાવિષ્ટ સેવાઓ

  • કોઈપણ વ્યક્તિ મુલાકાત લઈ શકે અને સારવાર લઈ શકે તે માટે સમગ્ર પરિવાર સાથે વિઝા આપવામાં આવશે. તેની સમય મર્યાદા 60 દિવસ અને 180 દિવસની રહેશે. આ દરમિયાન, તે એકવાર અથવા એકથી વધુ વાર એન્ટ્રી કરાવી શકે છે.
  • કોઈપણ વ્યક્તિ દર્દીને મદદ કરવા માટે 60 દિવસ અને 180 દિવસના સમયગાળા માટે મેળવેલા વિઝા પર એક અથવા વધુ પ્રવેશ કરી શકે છે.
  • જે નાગરિકો નિર્ધારિત નાગરિક છે તેઓને પાસપોર્ટ જારી કરવા, નવીકરણ કરવા અથવા બદલવા માટે અરજી કરતી વખતે ફિંગરપ્રિન્ટિંગની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવે છે.
  • 90-દિવસના વિઝા ધારકો માટે વધારાના 30 દિવસના વિઝા એક્સટેન્શનને મંજૂરી આપવાનો નિયમ પણ સામેલ છે.
  • જેઓ 6 મહિનાથી વધુ સમયથી રોકાયા છે, તેમના માટે કાનૂની નાગરિકોના વિઝા રિન્યુ કરવા પર પ્રતિબંધ છે.
  • અમીરાત ID વગરના ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના નાગરિકોના ખાતાઓ માટે વિઝા ડેટા કેન્સલેશન અને સુધારા સેવાઓ ઉપલબ્ધ રહેશે.
  • સિંગલ અથવા મલ્ટિપલ એન્ટ્રી સંબંધિત વિઝિટ વિઝા કોઈ સંબંધી અથવા મિત્રના કારણે 30, 60 અને 90 દિવસ માટે લંબાવી શકાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ