બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / new motor vehicles act new fines gujarat 16 september

નિયમ લાગુ / આજથી ગુજરાતમાં નવો મોટર વ્હિકલ એક્ટ લાગુ, હવે ભરવો પડશે આ દંડ

Hiren

Last Updated: 12:40 AM, 16 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી રાજ્યભરમાં નવો મોટર એક્ટ લાગુ થશે. આ ટ્રાફિક નિયમનું પાલન નહી કરવામાં આવે તો આકરો દંડ થશે. તેમજ જરૂરી દસ્તાવેજો સાથે નહીં રાખો તો આકરો દંડ થશે. મહત્વનું છે કે, ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરી અમુક દંડમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારે જાણો શું છે નવા દંડ?

રાજ્યની સત્તા હેઠળ આવતા દંડની જોગવાઇમાં ફેરફાર કરાયો છે. આ જોગવાઈમાં સરકારે કેટલાક દંડમાં ફેરફાર કર્યા છે. કલમ-200 હેઠળ રાજ્ય સરકાર ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે આ મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો 16 સપ્ટેમ્બર આજથી લાગૂ પડશે.

નવા નિયમ પ્રમાણે દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હેલ્મેટ, લાયસન્સ, સીટ બેલ્ટ વિના વાહન ચલાવવા પર નવાદંડ લગાવવામાં આવ્યા છે. ત્રિપલ સવારી, ઓવરસ્પીડિંગમાં દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વીમા, RC બુક વિના વાહન ચલાવવા પર પણ દંડ છે. અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે સરકારે આ દંડ લાગુ કર્યો છે. જોકે PUC વિના 30 સપ્ટેમ્બર સુધી જૂના નિયમ પ્રમાણે દંડ થશે. HSRP નંબર પ્લેટ માટે પણ એક માસની સમય મર્યાદા છે. 

અડચણરૂપ પાર્કિંગ, ડાર્ક ફિલ્મ મુદ્દે રૂ.1500ના દંડની જોગવાઈ છે. ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરાશે તો રૂ. એક હજાર દંડ થશે. અવાજનું પ્રદૂષણ અને ભારે હોર્ન માટે રૂ.1000 નો દંડ છે. જાહેર સ્થળે રેસ કરવા પર રૂપિયા 5-10 હજારની દંડની જોગવાઈ છે. ઇમરજન્સી વાહનોને સાઇડ નહીં આપો તો રૂપિયા 1000 દંડ થશે. ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરવા પર માન્યતા છે. સ્થળ પર દસ્તાવેજ ન હોય તો 15 દિવસમાં તેની રજૂઆત કરી શકાશે. ભયજનક રીતે વાહન ચલાવવા બદલ થશે અધધ દંડ... જાણો નવા દંડના નિયમો અને ફેરફારો...

શું છે નવા દંડ-નિયમો અને ફેરફાર ? 

ગુનો નવો દંડ (રાજ્ય સરકાર) નવા મોટર વ્હીકલ એક્ટમાં દંડ (કેન્દ્ર સરકાર)
1. લાઇસન્સ, વીમો, પીયૂસી, RC બુક વગેરે દસ્તાવેજો સાથે ન હોવા પર, PUC કઢાવેલ ન હોવું. પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
2. અડચણ રૂપ પાર્કિંગ પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
3. કાચ પર ડાર્ક ફિલ્મ પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
4. ચાલુ વાહન પર મોબાઇલનો ઉપયોગ પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ પ્રથમ વખત 500 અને બીજી વખત 1500 રૂપિયાનો દંડ
5. હેલ્મેટ વગર વાહન ચલાવવા પર 500 રૂપિયા દંડ 1000 રૂપિયા દંડ
6. સીટ બેલ્ટ ન બાંધવો 500 રૂપિયા દંડ 1000 રૂપિયા દંડ
7. ત્રિપલ સવારી મોટર સાઇકલ ચલાવવા પર 100 રૂપિયા દંડ 1000 રૂપિયા દંડ
8. ભયજનક ડ્રાઈવિંગ/ રોંગ સાઇડ ડ્રાઇવિંગ થ્રી વ્હીલર 1500 દંડ
એલ.એમ.વી. 3000 દંડ
અન્ય 5000 દંડ
પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
9. ઓવર સ્પીડીંગ ટૂ, થ્રી વ્હિલર 1500 દંડ
ટ્રેક્ટર 1500 દંડ
એલ.એમ.વી. 2000 દંડ
અન્ય 4000 દંડ
એલ.એમ.વી. 2000 દંડ
એલ.એમ.વી. સિવાય 4000 દંડ
10. ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવા પર ટૂ વ્હીલર 2000 થ્રી-ફોર વ્હિલર અને તેથી ઉપર 3000 દંડ 5000નો દંડ
11. રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવું ટૂ વ્હીલર 1000, થ્રી વ્હીલર 2000, ફોર વ્હીલર 3000, અન્ય 5000 રૂપિયા દંડ પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
12. ફીટનેસ વગર વાહન ચલાવવું થ્રી વ્હીલર 500 અને ફોર વ્હીલર- અન્ય પર 5000 રૂપિયા દંડ પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
13. પ્રદુષણયુક્ત વાહન ચલાવવું ટૂ વ્હીલર અને એલ.એમ.વી 1000 અને અન્ય 2000 રૂપિયાનો દંડ 10000 રૂપિયા દંડ
14. થર્ડપાર્ટી વિમા વગર વાહન ચલાવવું 2000 રૂપિયા દંડ પ્રથમ વખત 2000 અને પછીના ગુનામાં 4000 રૂપિયાનો દંડ
15. અવાજ પ્રદુષણ કરી વાહન ચલાવવું 1000 રૂપિયા દંડ 1000 રૂપિયા દંડ
16. ખેતીવિષયક કે ઘર વખરી લઇ જવાતા હોય અને તે બહાર નીકળે રીજીડ ચેસીસ વાહન 1000, ટ્રેઇલર 4000 રૂપિયા દંડ

20000 રૂપિયા દંડ

17. જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ કરવી 5000 રૂપિયા દંડ પ્રથમ વખત 5000 અને બીજી વખત 10000 રૂપિયાનો દંડ
18. એમ્બ્યુલન્સ અથવા ફાયર ફાયટિંગ વાહન કે કોઇ અન્ય ઇમરજન્સી વાહનને સાઇડ ન આપે 1000 રૂપિયા દંડ 10000 રૂપિયા દંડ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat new motor vehicles act ગુજરાત મોટર વ્હિકલ એક્ટ rule applies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ