બ્રેકિંગ ન્યુઝ
VTV / new labour codes will be established soon
Jaydeep Shah
Last Updated: 12:12 PM, 11 September 2022
ADVERTISEMENT
લેબર કોડમાં થશે ફેરફાર
દેશમાં નવા લેબર કોડને લાગુ કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર લાગેલી છે. જોકે નવા લેબર કોડને દેશમાં ક્યારથી લાગુ કરવામાં આવશે, એ સ્પષ્ટ નથી. પરંતુ એ તો નક્કી જ છે કે નવા લેબર કોડ લાગુ થશે.
ADVERTISEMENT
કંપનીઓએ પોતાની વર્કિંગ સ્ટ્રેટજી બદલવી પડી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલમાં જ કહ્યું હતું કે ફ્લેક્સીબલ વર્ક પ્લેસીસ અને ફ્લેક્સીબલ વર્કિંગ ટાઈમ ભવિષ્યની જરૂરિયાતો છે.
3 દિવસની રજા પર ચર્ચા
નવા લેબર કોડ લાગુ થયા બાદ જે ફેરફારની સૌથી વધારે ચર્ચા થઇ રહી છે, એ છે ત્રણ દિવસનો વીકલી ઓફ. નવા લેબર લોડમાં ત્રણ દિવસની રજા અને ચાર દિવસ કામ કરવાનો નિયમ છે. જોકે ઓછામાં ઓછા કામના કલાકોમાં વધારો થશે. નવા લેબર કોડ લાગુ થયા બાદ તમારે ઓફીસમાં 12 કલાક કામ કરવું પડશે. કુલ મળીને અઠવાડિયામાં 48 કલાક કામ કરવું પડશે. ત્યાર બાદ તમને ત્રણ દિવસની રજા મળશે.
રજાઓને લઈને મોટા ફેરફારો
આ ઉપરાંત, રજાઓને લઈને મોટા ફેરફારો પણ થશે. પહેલા કોઈપણ સંસ્થામાં લાંબા સમય માટે રજાઓ લેવા માટે વર્ષમાં 240 દિવસ કામ કરવું પડતું હતું, પણ હવે નવા લેબર કોડ હેઠળ તમે ૧૮૦ દિવસ કામ કરી શકો છો.
ઓછી હશે ઇન હેન્ડ સેલરી
નવા કોડ લાગુ થયા બાદ ટેક હોમ સેલરી તમારા ખાતામાં પહેલાની સરખામણીમાં ઓછી હશે. સરકારે નવા નિયમોમાં પ્રાવધાન કર્યું છે કે કોઈપણ કર્મચારીની બેસિક સેલરી તેમની ટોટલ સેલરીનાં 50 ટકા કે તેના કરતા વધારે હોવી જોઈએ. જો તમારી બેસિક સેલરી વધારે હશે, તો પીએફ કન્ટ્રીબ્યુશન વધી જશે. સરકારના આ નિયમને કારણે રીટાયરમેન્ટ સમયે કર્મચારીઓને મોટી રકમ મળશે.
પુરુષો અને મહિલાઓને સરખું મહેનતાણું
કેન્દ્રીય શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવે હાલમાં જ કહ્યું હતું કે અમે પુરુષો અને મહિલાઓ બંનેને યોગ્ય મહેનતાણું સુનિશ્ચિત કરવા માટે ઓક્યુપેશન સેફટી વેઝ સ્ટાન્ડર્ડ પર વિચાર કર્યો છે. તેમણે કહ્યું કે 29 વિભિન્ન અધિનિયમોને ચાર નવા લેબર કોડમાં બદલવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.