બ્રેકિંગ ન્યુઝ
VTV / New Electric Vehicle e-Launch CM Rupani Gujarat
Last Updated: 10:01 PM, 17 September 2020
ADVERTISEMENT
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગને પ્રેરિત કરતી સહાય યોજના જાહેર કરી છે. જેમાં ધોરણ 9થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલીત દ્વિચક્રી વાહન ખરીદવા માટે વ્યક્તિગત 12 હજાર સહાય આપવામાં આવી છે. આ સહાય-સબસિડી 10 હજાર વાહનોને આપવાનો લક્ષ્યાંક છે. તો વ્યક્તિગત અને સંસ્થાકીય લાભાર્થીઓને ઈ-રિક્ષાની ખરીદી કરવા માટે 48 હજાર લાભાર્થીઓના ખાતામાં સીધી સહાયની રકમ જમા કરી છે. વર્ષ 2010-11માં ક્લાયમેન્ટ ચેન્જ વિભાગનું બજેટ 101 કરોડ હતું જે વર્ષ 2020-21માં રૂપિયા એક હજાર કરોડને પાર પહોંચી ગયું છે. બજેટની 97 ટકા રકમ સીધી લોક કલ્યાણ અને પ્રજાની સુખાકારી માટે વપરાય છે. રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગે વિવિધ 10 સંસ્થાઓ સાથે વર્ચ્યુઅલ એમ.ઓ.યુ. પણ કર્યા હતા.
ADVERTISEMENT
સિદ્ધીઓની ગાથા વર્ણવતા પુસ્તક વિમોચન
વિભાગની સિદ્ધીઓને દર્શાવતા એક પુસ્તકનું મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિમાચન કરવામાં આવ્યું. બિલ્ડિંગ અ ક્લાઈમેટ રેસીલીયન્ટ ગુજરાત, અ ડીકેડ ઓફ ક્લાઈમેટ એક્શન એન્ડ અ રોડ મેપ ફોર ધ ફ્યુચર નામના આ પુસ્તક મુખ્યમંત્રીએ ઈ-વિમોચન કર્યું હતું. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ અનેક સિદ્ધીઓ છે. રાજ્યના અનેક લાભાર્થીઓને લાભ મળ્યા છે. જો તેની વાત કરીએ તો રેસીડેન્શીયલ રૂફટોપ યોજના અંતર્ગત 65 હજાર લાભાર્થીઓને 190 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાતની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ભેટ
મુખ્યમંત્રીએ ગુજરાતની મહિલાઓ માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું લોન્ચિંગ કર્યું હતું. આ યોજનામાં 1 લાખ સખીમંડળો દ્વારા 10 લાખ બહેનોને જોડીને પરિવારના અંદાજે કુલ 50 લાખ લોકોને આર્થિક આધાર આપવાની આપણી નેમ છે. મહિલાને શક્તિસ્વરૂપા કહીને આપણી સંસ્કૃતિમાં તેને જે ગૌરવવંતુ સ્થાન અપાયું છે તેને હવેના સમયમાં પુરૂષ સમોવડી મહિલાશક્તિ બનાવીને સ્ત્રીશક્તિના સર્વાંગી વિકાસનો ધ્યેય આપણે પાર પાડીશું.
ઉકાઈ જળાશય આધારિત જૂથ પાણી પુરવઠા યોજના
નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા તથા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુલ 205 ગામો માટેની ઉકાઈ જળાશય આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું હતું. વિકાસના પંચામૃત એટલે પાંચ કાર્યક્રમોનું લોકાર્પણ કરાયું છે. અંબાજીથી ઉમરગામના સમગ્ર આદિજાતી વિસ્તારને મુખ્ય ધારામાં જોડવા-સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રીએ રૂ. 1 લાખ કરોડથી વધુની વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી છે.
ગાંધીનગરમાં 365 દિવસ 24x7 પીવાનું પાણી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહેની પ્રેરક ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં 365 દિવસ 24x7 પીવાનું પાણી પુરૂં પાડનારી યોજનાનું ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું. આ યોજના સ્માર્ટ સિટીની દિશામાં એક મહત્વનું કદમ છે. દેશભરમાં કેટલાક શહેરી વિસ્તારોમાં અમુક ભાગોમાં 24x7 પીવાના પાણીની યોજનાનો અમલ થયો છે, પરંતુ આખા શહેર માટેની આવી યોજનાનો અમલ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT