બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આગામી 3 દિવસ રાજ્યના 19 જિલ્લાઓમાં ધમધોકાર વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં ક્યારે પડશે મેઘમહેર

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / આગામી 3 દિવસ રાજ્યના 19 જિલ્લાઓમાં ધમધોકાર વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં ક્યારે પડશે મેઘમહેર

Last Updated: 07:07 AM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે અને અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના 19 જિલ્લાઓમાં વરસાદની આગાહી જાહેર કરતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

1/6

photoStories-logo

1. ગુજરાત વરસાદ આગાહી

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવે ખેડૂતો માટે વધુ એક ખુશખબર સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ એટલે કે 28 જૂનથી 30 જૂન સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આ આગાહીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ખેતીના કામ માટે આ વરસાદ ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બોટાદ જિલ્લામાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી આગાહી

મધ્ય ગુજરાતના મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સારો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીરસોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 28 જૂન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની એન્ટ્રી

હવામાન વિભાગની આગાહી મુજબ 28 જૂનના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. આ દિવસે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 29 જૂન: વરસાદી માહોલ રહેશે યથાવત

હવામાન વિભાગના જણાવ્યા મુજબ 29 જૂનના રોજ પણ વરસાદનું જોર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે. સાથે જ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથ જિલ્લામાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી શક્યતા હોવાથી ખેડૂતોને ખેતીના કામમાં રાહત મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 30 જૂન: વરસાદનું જોર વધશે, વધુ 11 જિલ્લાઓ એલર્ટ પર

30 જૂનના રોજ રાજ્યમાં વરસાદનો વ્યાપ વધુ વધવાની સંભાવના છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ આ દિવસે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કુલ 19 જેટલા જિલ્લાઓમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. સાથે જ દરિયામાં પવનની ગતિ વધી શકે તેવી શક્યતાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કુલ 19 જેટલા જિલ્લાઓમાં વરસાદની સંભાવના હોવાથી ખેડૂતો માટે આ આગાહી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વરસાદના કારણે ખેતીના પાકને પૂરતો લાભ મળશે અને પાણીની સ્થિતિમાં પણ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Gujarat Gujarat Weather Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ