બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Bajajનો 25મી વર્ષગાંઠે ધમાકો, એક સાથે લોન્ચ કરી બે નવી બાઇક, જાણો કિંમત
6 ફોટો ગેલેરી
Last Updated: 07:34 PM, 7 August 2026
1/6
બજાજ ઓટોએ આખરે પોતાની પલ્સર એન (Pulsar N) રેન્જને વધુ મજબૂત બનાવી દીધી છે. કંપનીએ બે નવી બાઇક્સ – પલ્સર એન160 એસ (Pulsar N160 S) અને પલ્સર એન160 એસએસ (Pulsar N160 SS) – લોન્ચ કર્યું છે. આ બંને બાઇક્સ હાલની પલ્સર એન160થી ઉપરના સેગમેન્ટમાં આવે છે અને વધુ પાવરફુલ પર્ફોર્મન્સ આપે છે.
2/6
3/6
પલ્સર એન160 એસની કિંમત 1,33,511 રૂપિયા (એક્સ-શોરૂમ) અને પલ્સર એન160 એસએસની કિંમત 1,42,585 રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. આ બંનેમાં 164.5 સીસીનું સિંગલ સિલિન્ડર, 4 વાલ્વ એસઓએચસી એન્જિન મળે છે, જે ઓઇલ કૂલિંગ અને ઇલેક્ટ્રિક થ્રોટલ બોડી સાથે આવે છે.આ એન્જિન 18.5 પીએસ પાવર અને 14.4 એનએમ ટોર્ક આપે છે – જે જૂની એન160ના 2 વાલ્વ એન્જિન કરતાં 2.5 પીએસ વધુ છે. બજાજના જણાવ્યા અનુસાર આ બાઇક માત્ર 4.5 સેકન્ડમાં 0થી 60 કિમી/કલાકની સ્પીડ પકડી લે છે.
4/6
પર્ફોર્મન્સ સારી હોવા છતાં 5 સ્પીડ ગિયરબોક્સ જ મળે છે. સૌથી મોટો અપગ્રેડ છે ઇલેક્ટ્રોનિક થ્રોટલ. બાઇકમાં રોડ, રેન, સ્પોર્ટ અને ઓફ-રોડ – આ ચાર રાઇડ મોડ્સ આપવામાં આવ્યા છે, જેમાં થ્રોટલનો રિસ્પોન્સ અલગ-અલગ હોય છે. ટોપ વેરિયન્ટમાં ટ્રેક્શન કંટ્રોલ પણ મળે છે. બજાજે ક્રોલ ટેક્નોલોજી રજૂ કરી છે, જે
5/6
6/6
તેના ટોપ વેરિયન્ટમાં બ્લૂટૂથ પ્લસ વાઇફાઇ કનેક્ટિવિટીનો વિકલ્પ પણ છે. વધુમાં N160 SSમાં એડજસ્ટેબલ ક્લચ અને બ્રેક લીવર, કલર્ડ એલોય વ્હીલ્સ અને નવા ગ્રાફિક્સ મળે છે. બંનેમાં ટ્યુબ્યુલર ફ્રેમ, મોનોશોક રિયર સસ્પેન્શન, 165 મિમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને 14 લિટરનું ફ્યુઅલ ટેન્ક આપવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ