ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / WhatsApp પર AIથી ફોટો એડિટ અને એક્સપાન્ડ કરી શકાશે, iPhone યુઝર્સ માટે નવું ફીચર આવશે!

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / WhatsApp પર AIથી ફોટો એડિટ અને એક્સપાન્ડ કરી શકાશે, iPhone યુઝર્સ માટે નવું ફીચર આવશે!

Last Updated: 02:10 PM, 6 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

WhatsApp પોતાના યુઝર્સ માટે સતત નવા AI ફીચર્સ પર કામ કરી રહ્યું છે. હવે કંપની એક એવું ફીચર લાવી રહી છે, જેની મદદથી ફોટો કાપ્યા વગર જ તેને ફુલ સ્ક્રીન બનાવી શકાશે.

1/5

photoStories-logo

1. વોટ્સએપ ન્યુ ફીચર

વોટ્સએપ હવે ફોટો એડિટિંગમાં એક નવો જાદુ લાવવા તૈયાર છે. આઈફોન યુઝર્સ માટે મેટા AIની મદદથી ફોટાને એક્સ્પેન્ડ કરવાનું ફીચર ટેસ્ટ થઈ રહ્યું છે. ઘણી વાર લેન્ડસ્કેપ કે સ્ક્વેર ફોટો સ્ટેટસ પર મૂકતી વખતે પૂરી સ્ક્રીનમાં ન આવે તો મન થતું નથી. આ નવું ફીચર બીજી કોઈ એપ ખોલ્યા વગર જ ફોટાના કિનારા પર નવા વિઝ્યુઅલ ઉમેરીને તેને 9:16ના વર્ટિકલ ફોર્મેટમાં બદલી દેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ફોટો એડિટ

આ ફીચર હાલમાં અમુક આઈફોન બીટા યુઝર્સ સાથે અજમાવાઈ રહ્યું છે. તેનો ઉપયોગ કરવા માટે ચેટમાં ફોટો શેર કરવા પસંદ કરો, પછી ડ્રોઇંગ એડિટરમાં જઈને ઇમેજ એક્સપેન્ડનો વિકલ્પ પસંદ કરો. મેટા AI ફોટાની ડીટેલ અને આસપાસના સીનને સમજીને કિનારા પર નવી વિઝ્યુઅલ ડિટેઇલ્સ ઉમેરશે. આ પ્રોસેસ માત્ર થોડી સેકન્ડમાં પૂરી થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. શેર પહેલાં પ્રીવ્યૂ

શેર કરતા પહેલાં પૂરો પ્રીવ્યૂ મળશે. જો AIનું પરિણામ પસંદ ન આવે તો અન્ડુ બટનથી જૂની ફોટો પર પાછા જઈ શકાશે કે બીજું વર્ઝન તૈયાર કરાવી શકાશે. આમ ફોટાની મુખ્ય થીમ જાળવી રાખીને સ્ટેટસ માટે પૂરી સ્ક્રીનનો અનુભવ સરળ બની જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેવી રીતે કામ કરશે આ ફીચર?

સૌથી પહેલાં WhatsApp ખોલીને કોઈપણ ચેટમાં ફોટો મોકલવા માટે પસંદ કરો. ફોટો પસંદ કર્યા બાદ તે WhatsAppના ફોટો એડિટરમાં ખુલશે. અહીં તમને બીજા એડિટિંગ વિકલ્પોની સાથે Image Expansionનો ઓપ્શન પણ જોવા મળશે. આ વિકલ્પ પસંદ કરતાં Meta AI તમારી તસવીરનું એનાલીસીસ કરશે. ત્યારબાદ ફોટાની આસપાસના ખાલી ભાગમાં AI દ્વારા નવું વિઝ્યુઅલ બેકગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવશે. આખી પ્રોસેસ પૂરી થયા બાદ તસવીર 9:16ના વર્ટિકલ ફોર્મેટમાં જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ક્યારે મળશે આ ફીચર?

હાલમાં WhatsApp દ્વારા આ ફીચરનું iPhoneના પસંદગીના Beta વર્ઝનમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આથી તમામ iPhone યુઝર્સને અત્યારે આ સુવિધા મળતી નથી. કંપની આ ફીચર ક્યારે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરશે તેની ઓફીશીયલ તારીખ જાહેર થઈ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Meta AI Features WhatsApp for iPhone WhatsApp AI Image Expansion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ