બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: દશેરા દિવસે જ ઘોડા ના દોડ્યા! SRH 113 રનમાં ઓલઆઉટ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / અમદાવાદ / Negligence of Vadodara Municipality: 20 e-rickshaws wrecked

જાળવણી ક્યાં? / વડોદરા મનપાની બેદરકારી: 20 ઈ-રિક્ષા બની ભંગાર, તો બીજી બાજુ  મોંઘી બ્રિફકેસ આપવાની પરંપરામાં 50 લાખ ખર્ચ્યા

Vishnu

Last Updated: 12:00 AM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મહાનગર પાલિકામાં 20 ઈ-રિક્ષા હાલત ભંગાર થઈ ગઈ, પાલિકાની બેદરકારીને કારણે પ્રજાના પૈસાનું પાણી

  • વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી
  • 20 ઈ-રિક્ષા બની ભંગાર
  • જાળવણીના અભાવે રિક્ષા બની ભંગાર

વડોદરા મહાનગર પાલિકા અને વિવાદનો સંબંધ બહુ જુનો છે. વડોદરા મહાનગર પાલિકા વારંવાર વિવાદમાં આવતી રહે છે. આ વખતે વડોદરા મહાનગર પાલિકાની બેદરકારીને કારણે કરોડોના ખર્ચે ખરીદવામાં આવેલી 40 ઈ-રિક્ષામાંથી 20 ઈ-રિક્ષાની હાલ ભંગાર જેવી થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ વર્ષોથી ચાલતી આવતી બોર્ડ બેઠક દરમિયાન બ્રિફકેસ આપવાની પરંપરામાં કોર્પોરેટરોને મોઘી દાટ બ્રિફકેશ આપવા પાછળ છેલ્લા 8 વર્ષમાં 50 લાખ રૂપિયાનો ખર્ચો કરતા ફરી એક વખત વડોદરા મહાનગર પાલિકા વિવાદમાં આવી છે. જેથી પ્રજાના પૈસાનું પાણી કરતી વડોદરા મહાનગર પાલિકા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

બેદરકારી માટે જવાબદાર કોણ ?
આ દ્રશ્યો કોઈ ભંગારના ગોડાઉનના નથી. વડોદરા મહાનગર પાલિકાના વર્કશોપના છે જ્યાં જાળવણીના અભાવે 20 ઈ-રિક્ષાની હાલત ભંગાર થઈ ગઈ છે. વડોદરા શહેરના ચાર ઝોનમાં અને ૧૨ વોર્ડમાં આવેલ સાંકડી ગલીઓ અને પોળોમાં આસાનીથી વાહન જાય અને ઘરે ઘરે ફરી કચરો ઉઠાવી તેનો યોગ્ય નિકાલ કરે તે માટે વર્ષ 2017માં વડોદરા શહેરમાં સ્માર્ટ સીટી અતર્ગત 2 કરોડના ખર્ચે 40 ઈ-રિક્ષા ખરીદવામાં આવી હતી. શહેરની સફાઈના હેતુથી ઈ-રિક્ષા લાવવામાં આવી હતી પરંતુ જેમાંથી 20 ઈ-રિક્ષા જાણવણીના અભાવે ભંગાર હાલતમાં ફેરવાઈ ચૂંકી છે. જેને લઈને વડોદરાવાસીઓમાં મહાનગરપાલિકા વિરૂદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બ્રિફકેસ  50 લાખની બ્રિફકેસ
ભંગાર ઈ-રિક્ષાને લઈ જ્યારે સ્ટેન્ડીગ કમિટિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ સાથે વાત કરવામાં આવી તો તેમણે તેને રિપેરિંગ કરવાની હોવાની વાત કહી હતી. અને રિપેરિંગ બાદ ઈ-રિક્ષાના ઉપયોગની વાત કહી હતી. બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાએ બ્રિફ્કેશ પાછળ કરેલા ખર્ચને લઈ RTIમાં ચોકાવનારો ખુલાસો થયો હતો. બજેટ બોર્ડ બેઠક દરમિયાન મોંઘી બ્રિફકેસ આપવાની પરંપરા ને લઈ છેલ્લા 8 વર્ષ માં કોર્પોરેશને 50 લાખ ખર્ચ કર્યો છે. કરોડપતિ કોર્પોરેટર પણ બેગ લઈ ગયા હોવાનો સામાજીક કાર્યકર્તાએ આરોપ લગાવ્યો હતો. ત્યારે પોતાને પ્રજાના સેવક કહેતા કોર્પોરેટરો પાછળ લાખો રૂપિયાની બેગની લહાણી કરતા વડોદરા મહાનગરપાલિકા સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Municipality Vadodara news e rickshaws ઈ રિક્ષા ઈ રિક્ષા ભંગાર વડોદરા ન્યૂઝ વડોદરા મનપા e-rickshaw scrap
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ